Saif Ali Khan Stabbing Case: જાન્યુઆરી 2025 માં બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને ઘૂસીને તેમના પર છરી દ્વારા જાનલેવા હુમલો કરવાના ચકચારી કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ હુમલાના લગભગ દોઢ વર્ષ પછી, આરોપી બાંગ્લાદેશી નાગરિક મોહમ્મદ શરીફુલ ઇસ્લામે શુક્રવારે સેશન્સ કોર્ટમાં હાજર થઈને પોતાનો ગુનો કબૂલી લેવાની તૈયારી દર્શાવી છે.
હાલમાં ન્યાયિક કસ્ટડીમાં રહેલા આરોપીના વકીલ વિપુલ દુશિંગના જણાવ્યા અનુસાર, ઇસ્લામે કોર્ટમાં અરજી દાખલ કરીને દોષ કબૂલ કરવાની તૈયારી દર્શાવી રાહતની પણ અપીલ કરી છે.
આઈપીસી અને વિદેશી અધિનિયમ હેઠળ આરોપો ઘડાયા
કોર્ટે આરોપીની આ અરજી પર સરકારી વકીલ પાસેથી જવાબ માંગ્યો છે, જેના કારણે હવે સૌની નજર 11 સપ્ટેમ્બરના રોજ થનારી સુનાવણી પર ટકેલી છે. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં જ એડિશનલ સેશન્સ જજ જી.પી. દેશમુખે આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા. આરોપી પર ભારતીય દંડ સંહિતા (IPC) ની સંબંધિત કલમો હેઠળ ઘાતક હથિયાર વડે લૂંટ, ગંભીર ઈજા પહોંચાડવી અને ગેરકાયદે ઘરમાં ઘૂસણખોરી ઉપરાંત વિદેશી અધિનિયમ અને પાસપોર્ટ નિયમો હેઠળ પણ કેસ નોંધાયેલો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જાન્યુઆરી 2025 નો એ ભયાનક રાતનો કિસ્સો
આ ભયાનક ઘટના 16 જાન્યુઆરી 2025 ના રોજ બની હતી. આરોપી બાંદ્રા ખાતે આવેલા સૈફ અલી ખાનના 12મા માળના એપાર્ટમેન્ટના બાથરૂમ વાટે અંદર ઘૂસ્યો હતો અને તેમના પુત્ર જેહના રૂમમાં પહોંચી ગયો હતો. પોતાના પુત્રને બચાવવા માટે વચ્ચે પડેલા 54 વર્ષીય સૈફ પર શરીફુલે ચાકુ વડે અનેક વાર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હુમલા બાદ આરોપી ભાગી છૂટ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કમરમાંથી છરીનો ટુકડો કાઢવો પડ્યો
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સૈફ અલી ખાનને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની ઈમરજન્સી સર્જરી કરવી પડી હતી. સૈફની કમરના ભાગેથી છરીનો તૂટેલો ટુકડો સર્જરી કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં 5 દિવસ સારવાર લીધા બાદ તેમને રજા આપવામાં આવી હતી. ઘટનાના માત્ર 2 દિવસ બાદ મુંબઈ પોલીસે બાંગ્લાદેશી નાગરિક મોહમ્મદ શરીફુલ ઇસ્લામની ધરપકડ કરી હતી. હવે સરકારી વકીલના જવાબ બાદ જ આગળની કાનૂની કાર્યવાહીનો નિર્ણય લેવાશે.
