Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 6 વર્ષની માસૂમ સાથે જાતીય શોષણ કરનાર 51 વર્ષીય આરોપીને 20 વર્ષની સખત કેદ

Ahmedabad Danilimda POCSO Case: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં 6 વર્ષ અને 8 મહિનાની માસૂમ બાળકીનું જાતીય શોષણ કરવાના અત્યંત ગંભીર અને ચકચારી કેસમાં સિટી સેશન્સ કોર્ટની પોક્સો વિશેષ કોર્ટે કડક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કેસની સુનાવણી દરમિયાન 13 સાહેદો, 13 દસ્તાવેજી તેમજ તબીબી પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરીને 51 વર્ષીય આરોપી હસન શેખને ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની આકરી સજા ફટકારી છે.

રમવા આવતી માસૂમ પર પાડોશીની ગંદી નજર

આ સમગ્ર બનાવની વિગત અનુસાર, 17 ઓક્ટોબર 2024 ના રોજ ભોગ બનનાર માસૂમ બાળકીની માતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી હસન શેખ ફરિયાદી પરિવારનો જ પાડોશી હતો. માસૂમ બાળકી જ્યારે રમતાં રમતાં આરોપીના ઘરે જતી ત્યારે આરોપી તેણીને પોતાના ઘરના પહેલા માળે એકાંતમાં બોલાવીને તેણીની સાથે ગંભીર જાતીય હરકતો કરતો હતો. આ ઉપરાંત જો આ મામલે કોઈને પણ જાણ કરશે તો બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી ડરાવવામાં આવતી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બાળકીની અડગ જુબાનીએ આરોપીને સળિયા પાછળ ધકેલ્યો

પોક્સો કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન ભોગ બનનાર માસૂમ બાળકીએ પોતાની જુબાનીમાં આરોપી દ્વારા કરવામાં આવેલા શરમજનક કૃત્યનું અત્યંત સ્પષ્ટ, નિર્દોષ અને વિશ્વાસપાત્ર રીતે વર્ણન કર્યું હતું. તબીબી અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટ્સ, ઘટનાસ્થળનું પંચનામું અને અન્ય પુરાવાઓએ સરકારી પક્ષના કેસને મજબૂત આધાર પૂરો પાડ્યો હતો. કોર્ટે પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ પીડિતાની અડગ જુબાનીને ગ્રાહ્ય રાખીને માન્યું હતું કે આરોપી પોતાની નિર્દોષતા સાબિત કરવામાં તદ્દન નિષ્ફળ રહ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

₹5.50 લાખનું વળતર ચૂકવવા હુકમ

પોક્સો વિશેષ અદાલતે તમામ દલીલો અને પુરાવાઓ ધ્યાને રાખીને આરોપી હસન શેખને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તેમજ ₹50,000 નો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ પૈકી ₹45,000 પીડિત બાળકીને આપવાનો હુકમ કરાયો છે. આ ઉપરાંત અદાલતે ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ અને પોક્સો નિયમો હેઠળ પીડિત બાળકીના પુનર્વસન માટે સરકાર તરફથી ₹5.50 લાખનું વિશેષ વળતર ચૂકવવાનો કાનૂની આદેશ જાહેર કર્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News