Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

સુરતમાં બોગસ ડોક્ટરો સામે પોલીસની લાલ આંખ: 12 પાસ થઈને 26 વર્ષથી ચલાવતા હતા ક્લિનિક, 4 નકલી ડોક્ટરો ઝડપાયા

Hum Dekhenge News 2 weeks ago

Surat Fake Doctors Busted: સુરત શહેરમાં કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ખોલીને સામાન્ય લોકોના સ્વાસ્થ્ય અને જીવન સાથે ખિલવાડ કરતા તત્વો સામે પોલીસે આકરું વલણ અપનાવ્યું છે. ઝોન-1 એલસીબી અને પુણા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે એક સફળ ઓપરેશન હાથ ધરીને પુણા-ઉમરવાડા વિસ્તારમાંથી 4 બોગસ ડોક્ટરોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

આશ્ચર્યજનક વાત એ છે કે માત્ર ધોરણ 10, 11 અને 12 પાસ આ આરોપીઓ છેલ્લા 26 વર્ષથી નિરક્ષર અને નિર્દોષ દર્દીઓને એલોપેથિક દવાઓ તથા ઇન્જેક્શન આપી રહ્યા હતા.

ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ચાલતો હતો કાળાબજારીનો ખેલ

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પુણા-ઉમરવાડા વિસ્તારના રાજીવનગર અને આશાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ક્લિનિક્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે કેટલાક આરોપીઓ છેલ્લા 8 થી 10 વર્ષથી અને એક આરોપી તોછેલ્લા 26 વર્ષથી કોઈ પણ પ્રકારના લાયસન્સ કે મેડિકલ ડિગ્રી વગર બેરોકટોક તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી એલોપેથિક દવાનો જથ્થો, ઇન્જેક્શન્સ, ગ્લુકોઝ બોટલ્સ અને અન્ય તબીબી સાધનો મળી કુલ ₹4.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઝડપાયેલા 4 બોગસ ડોક્ટરોની ઓળખ

પોલીસના દરોડા દરમિયાન પકડાયેલા આરોપીઓની ઓળખ ભિંગુ પાલ, તેજબહાદુર મીર્જારામભાઈ નિશાદ, પ્રશાંતભાઈ પ્રોમથનભાઈ માલાકર અને સુબલ સુનિલ ગાચ્છી તરીકે થઈ છે. પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો વિગત સામે આવી છે કે આરોપી તેજબહાદુર નિશાદ અને પ્રશાંત માલાકર રીઢા ગુનેગાર છે, જેમની સામે ઓગસ્ટ 2025 માં પણ પુણા પોલીસ સ્ટેશનમાં નકલી ડોક્ટર તરીકે ગુનો નોંધાઈ ચૂક્યો હતો.

BNS અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ હેઠળ ગુનો દાખલ

ઝડપાયેલા ચારેય નકલી ડોક્ટરો વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 125 (બીજાના જીવન કે વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકવી) તેમજ ‘ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ’ ની કલમ-30 હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બોગસ ડોક્ટરો સામે સ્પેશિયલ ડ્રાઇવ યથાવત રહેશે: ડીસીપી આલોક કુમાર

આ કામગીરી અંગે માહિતી આપતાં ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, શહેર પોલીસ કમિશનરની સૂચનાથી નકલી ડોક્ટરો અને ગેરકાયદે ક્લિનિક ચલાવતા તત્વો સામે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગરીબ અને શ્રમિક વર્ગના આરોગ્ય સાથે ચેડાં કરતા આવા તત્વોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની સઘન ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News