Shravanotsav 2026 Reel Competition: ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરના ભવ્ય ઇતિહાસ, આધ્યાત્મિક વારસા અને સાંસ્કૃતિક વૈભવને સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજાગર કરવા માટે 'શ્રાવણોત્સવ 2026' રીલ સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી છે. આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નાગરિકો પોતાની શ્રદ્ધા અને સર્જનાત્મકતાને શોર્ટ રીલ દ્વારા રજૂ કરી શકશે.
પ્રથમ તબક્કાની સ્પર્ધા 02 થી 05 ઑગસ્ટ, 2026 સુધી યોજાશે, જેમાં “અનંત અનાદિ વડનગર” થીમ આધારિત ઓરિજિનલ રીલ બનાવીને ભાગ લઈ શકાશે.
આ રીતે લો સ્પર્ધામાં ભાગ
સ્પર્ધકોએ આપેલી થીમ પર પોતાની ઓરિજિનલ રીલ બનાવીને તેને પોતાના Instagram અથવા YouTube એકાઉન્ટ પર ‘Public’ સેટિંગ સાથે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ MyGov પોર્ટલ (https://secure.mygov.in/task/shravanotsav-2026-reel-competition) પર લૉગિન અથવા રજીસ્ટ્રેશન કરીને પોતાની સોશિયલ મીડિયા પોસ્ટની પબ્લિક લિંક સબમિટ કરવાની રહેશે. આ શ્રાવણ માસ દરમિયાન કુલ 4 સાપ્તાહિક સ્પર્ધાઓ યોજાશે અને દરેક સ્પર્ધક દર અઠવાડિયે નવી રીલ સાથે ભાગ લઈ શકશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આકર્ષક રોકડ ઇનામો જીતવાની તક
આ સ્પર્ધામાં શ્રેષ્ઠ સર્જનાત્મક રીલ બનાવનાર વિજેતાઓને આકર્ષક રોકડ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે. પ્રથમ વિજેતાને ₹31,000, દ્વિતીય વિજેતાને ₹21,000 અને તૃતીય વિજેતાને ₹11,000 નું રોકડ ઇનામ આપવામાં આવશે. વડનગરના વારસાને સમગ્ર ગુજરાત સુધી પહોંચાડવા માટે MyGov દ્વારા તમામ કલાકારો અને યુવાનોને આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવા આહ્વાન કરવામાં આવ્યું છે.
સગર્ભા માતાઓના પોષણ સાથે ચેડાં? સુરતમાં એક્સપાયર્ડ કઠોળ મળતાં ચકચાર
