WestBengal Elections: 2026 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત મેળવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ વચ્ચે મમતા બેનર્જીના નિવાસસ્થાન બહારથી એક વીડિયો સામે આવ્યો છે, જેના કારણે રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. વાસ્તવમાં, આ વીડિયોમાં કેટલાક ભાજપ કાર્યકર્તાઓ મમતા બેનર્જીના ઘરની બહાર જય શ્રી રામના નારા લગાવી રહ્યાં છે.
બંગાળ વિધાનસભા ચૂંટણીના વલણોમાં ભાજપે નોંધપાત્ર લીડ મેળવી છે જેથી ભાજપ કાર્યકરો ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે.
મમતા બેનર્જીના ઘરની બહાર જય શ્રી રામના નારા
વિડિયોમાં જોવા મળે છે કે કેટલાક ભાજપ કાર્યકર્તાઓ સીએમના ઘરની બહાર પહોંચ્યા અને નારા લગાવવા લાગ્યા. આ દરમિયાન સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો અને કાર્યકર્તાઓને ત્યાંથી જવા કહ્યું. જોકે, આ દરમિયાન કોઈપણ પ્રકારની અથડામણનો બનાવ થયો નહોતો, પરંતુ આ વીડિયોને કારણે વિસ્તારમાં ચોક્કસ રીતે હલચલ વધી ગઈ છે.
મમતા બેનર્જીનો જય શ્રી રામ પર વિરોધ
એ નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં જય શ્રી રામનો નારો લાંબા સમયથી રાજકીય પ્રતિક બની ગયો છે. ભાજપની રેલીઓમાં આ નારો ઘણીવાર સંભળાય છે. બીજી તરફ, મમતા બેનર્જી સાથે પણ આ મુદ્દાને લગતા અનેક પ્રસંગો જોડાયેલા રહ્યા છે. વર્ષ 2021માં યોજાયેલા એક સરકારી કાર્યક્રમ દરમિયાન, ભીડમાંથી કેટલાક લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા ત્યારે મમતા બેનર્જી નારાજ થઈ ગયા હતા અને ત્યારબાદ તેમણે કાર્યક્રમમાં ભાષણ આપવાનો ઇનકાર કર્યો હતો. તે સમયે આ કાર્યક્રમમાં મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા.
મમતાએ કાર્યક્રમમાં ભાષણ આપ્યું નહોતું
તે સમયે મમતા બેનર્જીએ કહ્યું હતું, "મને લાગે છે કે સરકારી કાર્યક્રમમાં ગૌરવ જળવાઈ રહેવું જોઈએ. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. કોઈને આમંત્રિત કર્યા પછી તેનું અપમાન કરવું યોગ્ય નથી. તેના વિરોધરૂપે હું કંઈ બોલીશ નહીં."
બીજી એક ઘટનામાં વર્ષ 2019 દરમિયાન, જ્યારે મમતા બેનર્જી પૂર્વ મેદિનીપુર જિલ્લાના ચંદ્રકાના વિસ્તારમાંથી પોતાના કાફલા સાથે પસાર થઈ રહ્યા હતા, ત્યારે રસ્તા કિનારે ઉભેલા કેટલાક લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આનાથી મમતા બેનર્જી નારાજ થઈ ગયા હતા અને પોતાની કારમાંથી નીચે ઉતરીને તેનો વિરોધ કર્યો હતો.
આમ પણ વાંચો: શું શશિ થરૂર કેરળ મુખ્યમંત્રી બનશે? કોંગ્રેસ સાંસદે આપ્યો જવાબ

