Dailyhunt
VIDEO: શું છે દ્વારકાના આકાશમાં સર્જાયેલા 'સન હેલો'નું રહસ્ય?, અંબાલાલ પટેલની ગંભીર ચેતવણી

VIDEO: શું છે દ્વારકાના આકાશમાં સર્જાયેલા 'સન હેલો'નું રહસ્ય?, અંબાલાલ પટેલની ગંભીર ચેતવણી

Hum Dekhenge News 2 weeks ago

Ambalal Patel on Dwarka sun halo: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી માવઠા અને હવામાનના બદલાતા મિજાજ વચ્ચે અંબાલાલ પટેલ દ્વારા એક મહત્ત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે. તાજેતરમાં દ્વારકાધીશના મંદિર ઉપર આકાશમાં જોવા મળેલી અદભૂત ખગોળીય ઘટના લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે.

આ અનોખી ઘટના 'સન હેલો' તરીકે ઓળખાય છે. આ ઘટના ત્યારે સર્જાય છે જ્યારે આકાશમાં ઊંચાઈએ આવેલા પાતળા વાદળો વચ્ચે સૂર્ય ઝાંખો દેખાય અને તેની આસપાસ ગોળ આકારના પ્રકાશના કુંડાળા દેખાવા લાગે.

આ દૃશ્ય સામાન્ય લાગતું હોવા છતાં હવામાનના બદલાવ સાથે તેનો નજીકનો સંબંધ માનવામાં આવે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, સૂર્યની આસપાસ એકથી વધુ કુંડાળા દેખાવા એ સામાન્ય ઘટના નથી. જો ત્રણ કે ચાર વર્તુળો રચાય, તો તે આગામી સમયમાં વાવાઝોડા કે તીવ્ર હવામાન ફેરફારની સંભાવના દર્શાવે છે. કેટલીકવાર આ પ્રકારની ઘટના ગંભીર વાવાઝોડા અથવા કુદરતી આફતના સંકેત રૂપે પણ જોવામાં આવે છે. આ ખગોળીય ઘટનામાં હેલો, બિર્જદા અને ગંધર્વ સહિતની વિવિધ આકૃતિઓ પણ જોવા મળે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ચોમાસા દરમિયાન જો આવા કુંડાળા વધુ સ્પષ્ટ રીતે જોવા મળે, તો તે અતિવૃષ્ટિના એંધાણ આપી શકે છે. એટલું જ નહીં, ચંદ્રની આસપાસ બનતા 'હેલો' પણ વરસાદની આગાહી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દ્વારકાના આકાશમાં સર્જાયેલું આ દૃશ્ય માત્ર કુદરતી સૌંદર્ય પૂરતું નથી, પરંતુ તે આવનારા દિવસોમાં હવામાનમાં ભારે ફેરફારની શક્યતાઓ તરફ પણ ઈશારો કરે છે. હાલ રાજ્યમાં બદલાતા વાતાવરણ વચ્ચે આ ઘટના લોકો માટે ચેતવણીરૂપ બની શકે છે.

Kadi: રોડ પર સૂતા બે નાનકડા ભાઈઓ પર JCB ફરી વળ્યું, માતા કલાકો સુધી મૃતદેહો પાસે બેસી રહી

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News