Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

WhatsApp એકાઉન્ટ થઈ શકે છે બેન! આ 4 ભૂલો આજે જ સુધારો

જના સમયમાં WhatsApp દુનિયાનું સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ બની ગયું છે. ચેટિંગ, વીડિયો કોલિંગ, ફોટો-ડોક્યુમેન્ટ શેરિંગથી લઈને ઓફિસ અને બિઝનેસના કામ સુધી લાખો લોકો તેનો ઉપયોગ કરે છે, પરંતુ WhatsAppની કેટલીક નિયમાવલીઓનું પાલન ન કરવામાં આવે તો તમારું એકાઉન્ટ અસ્થાયી અથવા કાયમી રીતે બેન થઈ શકે છે. ઘણી વખત યુઝર્સ અજાણતાં એવી ભૂલો કરે છે જે તેમના માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

1. થર્ડ-પાર્ટી WhatsApp એપ્સનો ઉપયોગ ન કરો

ઘણા લોકો વધારાના ફીચર્સ મેળવવા માટે GB WhatsApp, WhatsApp Plus જેવી અનઓફિશિયલ એપ્સનો ઉપયોગ કરે છે, પરંતુ આ એપ્સ WhatsApp દ્વારા માન્ય નથી. આવી એપ્સનો ઉપયોગ કરવાથી કંપની તમારું એકાઉન્ટ સસ્પેન્ડ અથવા કાયમી રીતે બેન કરી શકે છે. ઉપરાંત આવી એપ્સમાં ડેટા લીક અને સુરક્ષાના જોખમ પણ વધારે હોય છે.

2. વધુ પ્રમાણમાં એકસરખા મેસેજ મોકલવાનું ટાળો

ઓછા સમયમાં મોટી સંખ્યામાં લોકોને એકસરખા મેસેજ મોકલવા અથવા અજાણ્યા લોકોને વારંવાર મેસેજ કરવાથી WhatsApp તેને સ્પામ પ્રવૃત્તિ તરીકે ઓળખી શકે છે. જો ઘણા લોકો તમારા નંબરને બ્લોક અથવા રિપોર્ટ કરે તો તમારા એકાઉન્ટ સામે કાર્યવાહી થઈ શકે છે.

3. ફેક ન્યૂઝ અથવા ભ્રામક માહિતી શેર ન કરો

કોઈપણ માહિતી ચકાસ્યા વગર ફોરવર્ડ કરવી જોખમી બની શકે છે. અફવા, ફેક ન્યૂઝ અથવા ભ્રામક દાવાવાળા મેસેજ મોટી સંખ્યામાં શેર કરવામાં આવે અને તેની ફરિયાદ થાય તો WhatsApp તમારા એકાઉન્ટ પર કાર્યવાહી કરી શકે છે. તેથી કોઈપણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલાં તેની સત્યતા ચકાસવી જરૂરી છે.

4. ગેરકાયદેસર અથવા આપત્તિજનક કન્ટેન્ટથી દૂર રહો

હિંસા ભડકાવતું, નફરત ફેલાવતું, અશ્લીલ અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતું કન્ટેન્ટ શેર કરવું WhatsAppની નીતિઓનો ભંગ છે. આવા કિસ્સાઓમાં કંપની તાત્કાલિક એકાઉન્ટ બેન કરી શકે છે અને ગંભીર સ્થિતિમાં કાયમી પ્રતિબંધ પણ મૂકી શકે છે.

આ રીતે રાખો તમારું WhatsApp સુરક્ષિત

  • હંમેશા Google Play Store અથવા Apple App Store પરથી ડાઉનલોડ કરેલું ઓફિશિયલ WhatsApp જ વાપરો.
  • અજાણ્યા લોકો અથવા મોટી સંખ્યામાં સ્પામ મેસેજ મોકલવાનું ટાળો.
  • કોઈપણ માહિતી શેર કરતા પહેલાં તેની સાચી હોવાની ખાતરી કરો.
  • WhatsAppની Community Guidelines અને Terms of Serviceનું પાલન કરો.

RBIનું મોટું અપડેટ : મોદી સરકારે રૂ.10 અને રૂ.20ની પ્લાસ્ટિકની નોટને ચલણમાં લાવવા આપી મંજૂરી

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News