Dailyhunt
'લંચ પછી આવો' : SBI બેંકની લાઇનમાં ઊભેલા નંદી મહારાજને જોઈ લોકોની રમુજ

'લંચ પછી આવો' : SBI બેંકની લાઇનમાં ઊભેલા નંદી મહારાજને જોઈ લોકોની રમુજ

Hum Dekhenge News 2 years ago
  • ઉત્તર પ્રદેશના ઉન્નાવની બેંકમાં નંદી મહારાજ ઘૂસતા જ હંગામો મચી ગયો
  • વાયરલ વીડિયો જોયા બાદ લોકોએ કહ્યું : ‘લગ્ન માટે લોન લેવી હતી’

ઉત્તર પ્રદેશ, 11 જાન્યુઆરી : સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ વીડિયો વાયરલ થાય છે. ક્યારેક મેટ્રોમાં ડાન્સ કરતી છોકરીઓનો વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક લોકોના ઝઘડાનો વીડિયો વાયરલ થાય છે. પરંતુ કેટલીકવાર સોશિયલ મીડિયા પર કંઈક એવું જોવા મળે છે જે કેટલાક લોકો માટે ડરામણી બાબત હોય છે પરંતુ અન્ય લોકો માટે મનોરંજનનું માધ્યમ બની જાય છે.

આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બેંકની અંદર એક નંદી મહારાજ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક નંદી મહારાજ એક બેંકમાં અચાનક ઘૂસી જાય છે. બેંકની અંદર નંદી મહારાજને જોતા જ લોકો બચવા માટે જ્યાં-ત્યાં દોડવા લાગે છે. આ વાયરલ વિડીયો જોઈને લોકો મજાક ઉડાવતા કહી રહ્યા છે કે, 'લંચ પછી આવો', તો કોઈએ કહ્યું, ‘નંદી મહારાજને લગ્ન માટે લોન લેવી હતી‘.

આ વીડિયો ક્યાંનો અને કઈ બેંકનો છે?

માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X(ટ્વિટર) પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, એક નંદી મહારાજ બેંકની અંદર ઊભેલો જોવા મળે છે. આ દ્રશ્ય ઉત્તરપ્રદેશના ઉન્નાવની SBI બેંકનું છે, જ્યાં અચાનક એક નંદી મહારાજ ઘૂસી ગયા. નંદી મહારાજને જોઈને લોકો ચિંતિત થઈ ગયા અને પોતાની સુરક્ષા માટે એક તરફ એકઠા થઈ ગયા. આ પછી ગાર્ડ લાકડી વડે નંદી મહારાજને ભગાડવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. આ સમગ્ર વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લોકોએ વીડિયો પર અજીબો-ગરીબ કોમેન્ટ કરી

આ વીડિયો X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર @HasnaZaruriHai નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, નંદી મહારાજ પાસબુકમાં એન્ટ્રી કરાવવા આવ્યા હશે. અત્યાર સુધી આ વીડિયોને 16 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- ‘લગ્ન માટે લોન લેવી હતી.' તો અન્ય યુઝરે લખ્યું કે, પ્રિન્ટર ખરાબ નીકળ્યું જેથી પાસબુકમાં કોઈ એન્ટ્રી થઈ નહીં જેના કારણે નંદી દેવતાને ગુસ્સો આવતા ખાતું બંધ કરાવશે.

દીકરીના લગ્ન પ્રસંગે ઉત્સાહિત આમિર ખાને મહેંદી મૂકાવી, કર્યો ડાન્સ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News