Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમેરિકામાં છમકલાં કરનારા વધુ ત્રણ ગુજરાતીઓ ICEની કસ્ટડીમાં

અમેરિકામાં છમકલાં કરનારા વધુ ત્રણ ગુજરાતીઓ ICEની કસ્ટડીમાં

I Am Gujarat 2 days ago

મેરિકામાં નાના-મોટા છમકલાં કરતાં પોલીસના હાથે ઝડપાયેલા વધુ ત્રણ ગુજરાતીઓ હાલ ICEની કસ્ટડીમાં પહોંચ્યા છે. IamGujaratને મળેલી માહિતી અનુસાર આ ત્રણેય શખસોના નામ કોમલ પટેલ, હસમુખ પટેલ અને અમિત પટેલ છે જેમાં કોમલ રમણલાલ પટેલ નામના શખસની ઓગસ્ટ 19ના રોજ વિસ્કોન્સિનની બ્રાઉન કાઉન્ટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ફિઝિકલ થવાના ઈરાદા સાથે અંડરએજનો સંપર્ક કરવાનો આરોપ છે અને હાલ તેને ઈમિગ્રેશન હોલ્ડ પર રાખવામાં આવ્યો છે.

તેવી જ રીતે હસમુખ પટેલ નામના અન્ય એક ગુજરાતીની ઓગસ્ટ 20ના રોજ કન્ટકીની ઓલ્ડહામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. હસમુખ પટેલ કોઈ ક્રાઈમ કરતાં પકડાયો હતો કે કેમ તેની કોઈ વિગતો આપવામાં નથી આવી પરંતુ હાલ તેને ઈમિગ્રેશનની મેટરમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. આ સિવાય અમિત પટેલ નામનો 38 વર્ષીય શખસ હાલ ઈમિગ્રેશન હોલ્ડ પર ઈન્ડિયાના સ્ટેટની ક્લે કાઉન્ટીમાં આવેલી જેલમાં બંધ છે. તેના પર બીજા કોઈ ચાર્જ છે કે કેમ તેની વિગતો જેલ રેકોર્ડમાં ઉપલબ્ધ નથી.

કોમલ, હસમુખ અને અમિતની માફક અત્યારસુધીમાં ઘણા ગુજરાતીઓ અલગ-અલગ કેસમાં અરેસ્ટ થયા બાદ ICEના ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. લોકલ પોલીસના હાથે પકડાયેલો કોઈ ઈલીગલ એલિયન જો ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતો હોય કે પછી તેના નામનો ફાઈનલ રિમૂવલ ઓર્ડર પેન્ડિંગ હોય તો તેને અરેસ્ટ કર્યા બાદ બે-ત્રણ દિવસમાં જ ICEને સોંપી દેવામાં આવે છે. ખાસ તો રિપબ્લિકન સ્ટેટ્સમાં સામાન્ય ક્રાઈમમાં પકડાયેલા લોકો માટે પણ હવે ICEથી બચવું મુશ્કેલ બની ગયું છે. મહત્વની વાત એ છે કે નાના-મોટા ક્રાઈમ કરતા પકડાયેલા કોઈ ઈલીગલ ઈમિગ્રન્ટનો અસાયલમનો કેસ પેન્ડિંગ હોય તો પણ તેની સામે ડિપોર્ટેશનની કાર્યવાહી કરી શકાય છે.

સૂત્રોનું માનીએ તો છેલ્લા બે-અઢી મહિનામાં અલગ-અલગ સ્ટેટ્સમાંથી મોટી સંખ્યામાં ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં લોકલ પોલીસ દ્વારા અરેસ્ટ કરાયા હોય તેમની સાથે જેમની ICE દ્વારા જ ધરપકડ કરાઈ હોય તેવા લોકોનો પણ સમાવેશ થાય છે. જોકે, ICE દ્વારા અરેસ્ટ કરાયેલા કે પછી કસ્ટડીમાં હોય તેવા લોકોની ઓળખ સત્તાવાર રીતે જાહેર ના કરવામાં આવતી હોવાથી અરેસ્ટ થનારા લોકોનો ચોક્કસ આંકડો નથી જાણી શકાતો. અત્યારસુધી અનડોક્યુમેન્ટેડ લોકો માટે સેફ મનાતા નાના-મોટા શહેરોમાં પણ હવે ICEના એજન્ટ્સ ખાસ્સા એક્ટિવ થયા છે. હાલમાં જ બે દિવસના ગાળામાં શિકાગોને અડીને આવેલા ઓક ફોરેસ્ટમાં બે ગુજરાતીઓની ધરપકડ થતાં ત્યાં પણ ડરનો માહોલ છે.

2025માં ટ્રમ્પે સત્તા સંભાળી તે વખતે ICEએ જે સપાટો બોલાવ્યો હતો તેના કરતા પણ વધારે ધરપકડો છેલ્લા ત્રણેક મહિનાથી કરવામાં આવી રહી છે અને ડિપોર્ટ કરવામાં આવતા લોકોનો આંકડો પણ ઘણો વધી ગયો છે. 2025માં ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ શરૂ થયું ત્યારે અનડોક્યુમેન્ટેડ ગુજરાતીઓમાં ફફડાટનો માહોલ હતો, પરંતુ સમય જતાં આ કાર્યવાહી ધીમી પડી જતાં લોકોમાં જે ડર હતો તે પણ ગાયબ થઈ ગયો હતો. જોકે, હવે ફરી લોકોમાં ડર વધી રહ્યો છે. ગુજરાતી બિઝનેસ ઓનર્સનું માનીએ તો ડિપોર્ટેશન વધતાં હવે વર્કર્સની પણ જોરદાર અછત ચાલી રહી છે. તો બીજી તરફ, જેમની પાસે હાલ વેલિડ વર્ક પરમિટ છે તેમને અત્યારે તો જોબ કરવામાં કોઈ વાંધો નહીં આવે પણ આ પરમિટ રિન્યૂ કરાવવાની થશે ત્યારે તેમને પ્રોબ્લેમ થઈ શકે છે અને મોટાભાગના લોકોને વર્ક પરમિટ એક્સપાયર થાય તે પહેલા જ તેમનો અસાયલમનો કેસ પતાવી રિમૂવલ ઓર્ડર આપી દેવાય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: I Am Gujarat