Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વર્જિનિયા, મેરીલેન્ડમાં ICEનો સપાટો. 1,328 ઈલીગલ એલિયન્સની ધરપકડ

વર્જિનિયા, મેરીલેન્ડમાં ICEનો સપાટો. 1,328 ઈલીગલ એલિયન્સની ધરપકડ

I Am Gujarat 16 hrs ago

ગુજરાતીઓની ખાસ્સી વસ્તી ધરાવતા મેરીલેન્ડ અને વર્જિનિયામાં ICEના એજન્ટ્સે સપાટો બોલાવ્યો છે. DHSના જણાવ્યા અનુસાર આ બંને સ્ટેટ્સમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં માત્ર બે અઠવાડિયામાં 1328 ઈલીગલ ઈમિગ્રન્ટ્સની ધરરપકડ કરવામાં આવી છે જેમાંથી 400થી વધુ લોકોએ અમેરિકામાં કોઈ ગુનો કર્યો હતો કે પછી તેમને કોર્ટ દ્વારા કસૂરવાર ઠેરવવામાં આવ્યા હતા.

ઓપરેશન સેફ કાઉન્ટી-વોશિંગ્ટન ડીસી હેઠળ ઓગસ્ટ 01થી ઓગસ્ટ 14 દરમિયાન આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે ક્રિમિનલ એલિયન્સની આ દરમિયાન ધરપકડ કરવામાં આવી છે તેમાં કિડનેપિંગ, હિટ એન્ડ રન, આઈડેન્ટિટી થેફ્ટ અને મર્ડર સહિતના ગુના કરનારા લોકોનો સમાવેશ થાય છે. જોકે, જેમણે કોઈ ક્રાઈમ નથી કર્યો તેવા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સમાં પણ ICEની કાર્યવાહીને કારણે ફફડાટ ફેલાયેલો છે.

મેરીલેન્ડ અને વર્જિનિયાની ઘણી કાઉન્ટીમાં સેંક્ચ્યુરી પોલિસી અમલમાં છે જેના હેઠળ લોકલ પોલીસ ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટમાં ICEને સહકાર નથી આપતી કે ના તો તેમની ધરપકડની વિગતો ઈમિગ્રેશન ઓથોરિટી સાથે શેર કરવામાં આવે છે. જોકે, તેમ છતાંય ફેડરલ એજન્ટ્સ દ્વારા માત્ર 14 દિવસના ગાળામાં આટલી મોટી સંખ્યામાં ધરપકડો કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં કયા દેશના કેટલા લોકો પકડાયા તેનો કોઈ ચોક્કસ આંકડો આપવામાં નથી આવ્યો, પરંતુ તેમાં કેટલાક ઈન્ડિયન્સ પણ અરેસ્ટ થયા હોય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ડેમોક્રેટિક સ્ટેટ્સમાં ફેડરલ એજન્ટ્સ વોરંટ સાથે ઈમિગ્રેશન રેડ કરવાની સાથે ટ્રાફિક સ્ટોપની કાર્યવાહી પણ કરી રહ્યા છે જેમાં વોરંટ વિના પણ મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. ઘણા કેસમાં તો જેમનું કોઈ ક્રિમનલ બેકગ્રાઉન્ડ નથી અને અસાયલમના કેસ પેન્ડિંગ છે તેમને પણ પકડીને જેલભેગા કરાઈ રહ્યા છે.

ICEનો દાવો છે કે ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટને સાયલન્ટલી અને સક્સેસફુલી અંજામ આપવામાં આવી રહ્યો છે. જોકે, ઈમિગ્રેશન એટર્નીઝ આ કાર્યવાહી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. મેરીલેન્ડ અને વર્જિનિયાની સાથે-સાથે અન્ય સ્ટેટ્સમાંથી પણ ઈલીગલ એલિયન્સની મોટાપાયે ધરપકડો થઈ જ રહી છે. જેમકે, શિકાગોને અડીને આવેલા ઑક ફોરેસ્ટ નામના નાનકડાં ટાઉનમાં હજુ ગયા અઠવાડિયે જ ઉપરાછાપરી બે ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવાઈ રહ્યું છે કે આ બંને ગુજરાતીઓ સામે કોઈ અરેસ્ટ વોરન્ટ ના હોવા છતાંય ICEના એજન્ટ્સ તેમને પકડીને લઈ ગયા હતા અને તેઓ હાલ પણ જેલમાં જ છે.

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ICEને રોજના 2,000 અનડોક્યુમેન્ટેડ લોકોને પકડવાનો ટાર્ગેટ આપ્યો છે, જેની સામે એજન્સી દ્વારા છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી રોજના એવરેજ 1400થી 1500 લોકોને અરેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમની ICE દ્વારા ધરપકડ કરાય છે તેમના માટે ડિટેન્શન સેન્ટરમાંથી બહાર આવવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે. જુલાઈમાં જ શિકાગો એરપોર્ટ પરથી 24 વર્ષના એક ગુજરાતી યુવકની ધરપકડ થઈ હતી જેને એક મહિનાથી પણ વધુ સમય થવા આવ્યો હોવા છતાંય હજુ સુધી તેના છૂટવાના કોઈ ઠેકાણા નથી. આ ગુજરાતીના લૉયરે તેને જલ્દીથી જલ્દી છોડાવી દેવાનું આશ્વાસન આપ્યું હતું પરંતુ હજુ સુધી તેની કોર્ટની ડેટ પણ નથી આવી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: I Am Gujarat