Saturday, 25 Apr, 1.49 am જયહિન્દ

હોમ
50% સ્ટાફ સાથે દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી, નાના દુકાનદારોને ફાયદો થશે

અમદાવાદ. લોકડાઉનના કારણે ધીમા પડેલા અર્થતંત્રને ફરી વેગ આપવા માટે કેન્દ્ર સરકારે બુધવારે મોડી રાત્રે બિન-આવશ્યક ચીજોની દુકાનો પણ ખોલવાની મંજુરી આપી છે. મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સે મોડી રાત્રે એક ઓર્ડર જાહેર કર્યો હતો અને તે અનુસાર પાલિકા અને મહાનગર પાલિકાની હદમાં આવતા હોય તેવી દુકાનો હવે 50% સ્ટાફ સાથે પોતાની દુકાન ખોલી શકાશે. ઓર્ડર મુજબ રહેણાંક કોમ્પ્લેક્સમાં અને માર્કેટ વિસ્તારમાં આવેલી ટ્રેડીશનલ કરિયાણાની તેમજ અન્ય દુકાનોને શરતી રીતે ચાલુ કરવા દેવામાં આવશે. આનાથી સૌથી વધુ ફાયદો નાના દુકાનદારોને થશે તેમ જાણકારો કહે છે.

હોટસ્પોટ વિસ્તારોમાં દુકાનો ખોલી શકાશે નહી
સરકારે જણાવ્યું હતું કે, હોટસ્પોટ જાહેર કરાયા હોઈ તેવા વિસ્તારો અને કન્ટેઇનમેન્ટ કરાયા હોઈ તેવા વિસ્તારોમાં કોઈ પણ દુકાનો કે ધંધા રોજગારને શરુ કરવામાં આવશે નહિ. હાલની પરિસ્થિતિએ આવા તમામ સ્થળોએ દુકાનો બંધ જ રહેશે.

સલામતી અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે
ઓર્ડર મુજબ જે લોકો પોતાની દુકાનો ખોલે છે તેઓએ પોતાના સ્ટાફ માટે માસ્ક અને ગ્લોવ્ઝ સહીત સલામતીની તમામ વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ કડક રીતે પાલન કરવાનું રહેશે.

મોલની દુકાનો હજુ ખુલી શકાશે નહિ
કેન્દ્ર સરકારના ઓર્ડર મુજબ મહાનગરપાલિકાની હદમાં આવેલા માર્કેટ કોમ્પ્લેક્સ, મોલ, સિંગલ બ્રાંડ અને મલ્ટી બ્રાંડ મોલ્સમાં આવેલી દુકાનો માટે આ નિયમ લાગુ પડશે નહી એટલે કે આ દુકાનો ખોલવા માટે મંજુરી આપવામાં આવી નથી.

The post 50% સ્ટાફ સાથે દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી, નાના દુકાનદારોને ફાયદો થશે appeared first on Jai Hind.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati
Top