Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આજીડેમ ચોકડીએ ઘસી પડેલી બ્રીજની દીવાલનું કામ આખશે શરૂ

આજીડેમ ચોકડીએ ઘસી પડેલી બ્રીજની દીવાલનું કામ આખશે શરૂ

લાંબા સમયથી બંધ સર્વિસ રોડ શરૂ થવાની વાહન ચાલકોમાં આશા

રાજકોટ શહેરની ભાગોળે બાયપાસ ઉપર આજીડેમ ચોકડી પાસે બે વર્ષ પહેલા ધસી પેલી ઓવરબ્રીજની દિવાલ બે નિર્દોષ લોકોનો ભોગ લીધા બાદ લાંબા સમયથી આ સ્થળે તૂટી પડેલા બ્રીજનો માચો ઢાંકી રાખી ટ્રાફિક સમસ્યાને ભયંકર રીતે વકરાવવામાં આવતી હતી. અંતે લાંબા સમય બાદ નેશનલ હાઈ-વે ઓથોરીટીની સંવેદના જાગી છે અને તૂટી પડેલી બ્રીજની દિવાલનો કાટમાળ હટાવી સર્વિસ રોડ ખુલ્લો કરવાની તૈયારી શરુ કરવામાં આવી છે. નેશનલ હાઈ-વે ઓથોરીટી દ્વારા તૂટી પડેલી ઓવરબ્રીજની દિવાલનું કામ ફરી શરુ કરવામાં આવ્યું છે. પરિણામે આ દિવાલનું કામ પૂર્ણ થયા બાદ આજીડેમ ચોકડીના ઓવરબ્રીજનો એક તરફનો લાંબા સમયથી બંધ સર્વિસ રોડ શરુ થવાની વાહનચાલકોમાં આશા જાગી છે.

અત્રેએ ઉલ્લેખનીય છે કે આજીડેમ ચોકડીના આ તૂટી પડેલા કાટમાળ નીચે દબાઈ થવાથી બે લોકોના મોત નિપજતા તેના ઉગ્ર પ્રત્યાઘાત પ્યા હતા. પરિણામે નેશનલ હાઈ-વે ઓથોરીટીએ તપાસ યોજી જવાબદાર કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સામે પોલીસ ફરીયાદ પણ નોંધાવી હતી પરંતુ આ દૂર્ઘટના બાદ લાંબા સમયથી સર્વિસ રોડ બંધ હોવાથી આજીડેમ ચોકડીએ ભયંકર ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને વાહનચાલકોને ભારે હેરાનગતિ વેઠવી પડે છે.

The post આજીડેમ ચોકડીએ ઘસી પડેલી બ્રીજની દીવાલનું કામ આખશે શરૂ appeared first on Jai Hind.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati