ફલ્લામાં બળેવીયા દોડ સ્પર્ધા યોજાઈ
જામનગર તાલુકાના ફલ્લા ગામે શ્રાવણ સુદ પુનમના દિવસે બળેવીયા દોડ સ્પર્ધા રાખવામાં આવી હતી. આ દિવસે ફલ્લા ગામે આવેલ બળેવિયા હનુમાનજીની જગ્યાએ વર્ષોથી આ સ્પર્ધા યોજવામાં આવે છે.
આ સ્પર્ધા યોજવા પાછલનો તર્ક એ હોય છે કે આવતા વર્ષે વરસાદ કેવો રહેશે ચોમાસાના માસના નામ લખીને ચાર માટલીમાં પાણી ભરીને યુવાનોને દોડાવવામાં આવે છે.
જેમાં વધુ પાણી ભરેલુ રહે તે ચોમાસાના મહિનામાં વધારે વરસાદ થવાનો વરતારો કરવામાં આવે છે. આ દોડ સ્પર્ધામાં પ્રથમ દ્વિતિય અને તૃતિય આપેલ યુવાનોને હબ ઈનામોમાં આપવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

