Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયા એરેનામાં 1 સપ્ટેમ્બરથી ફુટબોલનો મહાકુંભ

અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયા એરેનામાં 1 સપ્ટેમ્બરથી ફુટબોલનો મહાકુંભ

જી.એસ.એલ.-3ની ટ્રોફી, જર્સીનું જી.એસ.એફ.એ.ના પ્રમુખ પરિમલ નથવાણીની હાજરીમાં અનાવરણ

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.) ગુજરાત સુપર લીગ (જી.એસ.એલ.)ની ત્રીજી સીઝનના પ્રારંભ માટે સંપૂર્ણપણે સજ્જ છે. જી.એસ.એલ. સીઝન-3નો પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે 4 વાગ્યે ટ્રાન્સસ્ટેડિયા એરેના, અમદાવાદ ખાતે થશે. ગુજરાતમાં વધુ મજબૂત ફૂટબોલ ઇકોસિસ્ટમ ઊભી કરવાના રાજ્યના પ્રયાસોની દિશામાં આ વધુ એક મહત્વપૂર્ણ પગલું છે.

જી.એસ.એફ.એ. ના ઉપપ્રમુખ પ્રદિપસિંહ વાઘેલાએ જી.એસ.એફ.એ.ના પદાધિકારીઓ તથા જી.એસ.એલ.ના ટીમ માલિકોની હાજરીમાં જી.એસ.એલ.-3ની ટ્રોફી તથા ટીમ જર્સીનું અનાવરણ કર્યું.
જી.એસ.એલ.-3માં રમી રહેલા ઞ-20 ફૂટબોલરમાંથી બે ખેલાડીઓની પસંદગી જર્મનીમાં ટાયર-3 અને ટાયર-4 ડોમેસ્ટીક ફૂટબોલ ટુર્નામેન્ટમાં રમવા માટેના ટ્રાયલ માટે કરવામાં આવશે. જર્મનની સાયકોલોજીસ્ટ પ્રોફેસર જેન માયર અને બોસ ટેકનોલોજી આ ખેલાડીઓની પસંદગી કરવા માટે સ્પોર્ટ્સ ઇન્ટલિજન્સનો ઉપયોગ કરીને સહાયતા કરશે.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલો યુવા ફૂટબોલર રાહુલ ભાટીયાને રૂ. બે લાખની એક્સ-ગ્રેશિયા ચૂકવણીની પણ જાહેરાત કરવામાં આવી હતી.
પ્રથમ બે સીઝનને મળેલા ઉત્સાહજનક પ્રતિસાદ બાદ જી.એસ.એલ.ની ત્રીજી સીઝન વધુ સ્પર્ધાત્મક અને રોમાંચક બનવાની અપેક્ષા છે. તેમાં ગુજરાતની ફૂટબોલ પ્રતિભાઓને એક મંચ પર આવવાની અને ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે ઉચ્ચ ગુણવત્તાનું પ્લેટફોર્મ મળશે.
સીઝનના પ્રારંભ પૂર્વે વાત કરતાં જી.એસ.એફ.એ.ના પ્રમુખ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે જી.એસ.એલ.ની ત્રીજી સીઝન ગુજરાતની ફૂટબોલ યાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તેમણે જણાવ્યું, જી.એસ.એલ. માત્ર એક સ્પર્ધા નથી; ગુજરાતમાં ફૂટબોલના વિકાસ માટેની અમારી વ્યાપક દૃષ્ટિનો તે એક મહત્વપૂર્ણ હિસ્સો છે. અમારો ઉદ્દેશ પ્રતિભાશાળી ખેલાડીઓને તકો પૂરી પાડવાનો, વધુને વધુ લોકોને ફૂટબોલ સાથે જોડવાનો અને એવું વાતાવરણ ઊભું કરવાનો છે જેમાં રાજ્યના યુવાનો માટે ફૂટબોલ પસંદગીની રમત બને.
ફૂટબોલ ચાહકોને લીગ સાથે વધુ નજીકથી જોડવાના હેતુથી એક મહત્વપૂર્ણ પહેલરૂપે જી.એસ.એફ.એ. દ્વારા એક સમર્પિત ડિજિટલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા જી.એસ.એલ. ઉપરાંત જી.એસ.એફ.એ.ની વિવિધ પ્રવૃત્તિઓની વિગતો મેળવવામાં સરળતા રહેશે. આ એપને ગુજરાત ફૂટબોલ માટેના વન-સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવી છે, જ્યાં ચાહકોને જી.એસ.એલ.ના ફિક્સ્ચર્સ, મેચ શેડ્યૂલ, પરિણામો, ટીમોની માહિતી, ખેલાડીઓની પ્રોફાઇલ, લીગ સંબંધિત વિકાસ, ફોટોગ્રાફ્સ અને અન્ય મહત્વપૂર્ણ અપડેટ્સ ઉપલબ્ધ થશે.
નથવાણીએ જણાવ્યું હતું કે નવા ડિજિટલ પ્લેટફોર્મના લોન્ચિંગથી લીગ અને તેના સમર્થકો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે. તેમણે જણાવ્યું, અમે ઇચ્છીએ છીએ કે જી.એસ.એલ. માત્ર સ્ટેડિયમ પૂરતી સીમિત ન રહે, પરંતુ દરેક ફૂટબોલપ્રેમીના મોબાઇલ ફોન અને ડિજિટલ ઉપકરણો પર પણ સરળતાથી ઉપલબ્ધ રહે. નવી એપ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તે લીગ, તેના ખેલાડીઓ, ટીમો, ફિક્સ્ચર્સ અને જી.એસ.એફ.એ.ની પ્રવૃત્તિઓને લોકોની વધુ નજીક લાવશે.
જી.એસ.એફ.એ.ના માનદ સચિવ મુલરાજસિંહ ચૂડાસમાએ મોટી સ્ક્રીન પર એપના મુખ્ય પાસાં અને વિશેષતાઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ જી.એસ.એફ.એ. દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પહેલો અને પ્રવૃત્તિઓ અંગેની માહિતી ઉપલબ્ધ કરાવશે. આથી એસોસિએશન, ખેલાડીઓ અને ગુજરાતના ફૂટબોલપ્રેમી લોકો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે.
આ પ્રસંગે જી.એસ.એલ. સીઝન-3ની સત્તાવાર જર્સી અને ટ્રોફીનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. જર્સી અને ટ્રોફી લીગની ઓળખ, સ્પર્ધાત્મક ભાવના અને તેની આકાંક્ષાઓનું પ્રતીક છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati