ભેંસ, ટ્રક સહિત રૂ. 6 લાખનો મુદ્દામાલ જપ્ત
અમરેલી જિલ્લામાંથી મોટા પ્રમાણમાં દુધાળા પશુઓ કતલખાને ધકેલતા હોય છાસવારે આ કતલખાને લઈ જતા વાહનો પોલીસ ઝડપી પાડે છે. ત્યારે ગઈકાલે રાત્રે પણ અમરેલી નજીક આવેલ પ્રતાપપરા ગામેથી પસાર થતા એક ટ્રેકને પોલીસે ટ્રકમાં કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર, કતલ કરવાના ઇરાદે ખીચો-ખીચ ભરી ગોધી રાખેલ હાલતમાં ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
અમરેલીના બહારપરા વિસ્તારમાં સતીમાતાના મંદિર પાસે રહેતા આરોપી રીયાજ હુશેનભાઇ કાલવા નામના ઈસમે ગત તા.16 ના રોજ વહેલી સવારે 1/30 વાગ્યે ગેરકાયદે રીતે કતલ કરવાના ઇરાદે, પોતાના ટ્રક નં. ૠઉં-03-ઇટ-8479માં ભેસ નંગ 8 કિમત રૂપિયા 2,00,000 તથા ટ્રકની કિમત રૂપિયા 4,00,000 મળી રૂપિયા 6,00,000 મુદામાલ સાથે અમરેલી નજીક આવેલ પ્રતાપપરા ગામેથી પસાર થતા પોલીસે તેમને સદર ટ્રકમાં કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર, કતલ કરવાના ઇરાદે ખીચો-ખીચ ભરી ગોધી રાખેલ હાલતમાં ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
