પંજાબને અશાંત બનાવવાના કથિત કાવતરાને નિષ્ફળ બનાવતા અમૃતસર કમિશનરેટ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ૈંજીૈં સાથે જોડાયેલા હોવાનું શંકાસ્પદૃ એક આતંકી મોડ્યુલનો પર્દૃાફાશ કર્યો છે. આ કાર્યવાહી દૃરમિયાન પોલીસે કુલ ૯ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ૪ સગીરો પણ સામેલ છે. પોલીસે આરોપીઓ પાસેથી ગેરકાયદૃે હથિયારો, જીવંત કારતૂસ અને પેટ્રોલ બોમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી જપ્ત કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી ૩ ગેરકાયદૃે પિસ્તોલ, ૯ જીવંત કારતૂસ અને પેટ્રોલથી ભરેલી ૪ બોટલો મળી આવી છે. તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે આ બોટલોનો ઉપયોગ પેટ્રોલ બોમ્બ તરીકે કરવાની યોજના હતી.
સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આરોપીઓ સંવેદૃનશીલ વિસ્તારોમાં હુમલા કરીને રાજ્યમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહૃાા હતા.
આરોપીઓ વિદૃેશમાં બેઠેલા ૈંજીૈં સાથે સંકળાયેલા હેન્ડલરોના સંપર્કમાં હતા. નાણાં તેમજ અન્ય લાલચ આપીને તેમને ગેરકાયદૃે પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરવામાં આવતા હતા.
તપાસ દૃરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ રેલવે ટ્રેક અને અન્ય સંવેદૃનશીલ વિસ્તારો પર નજર રાખવા માટે ઝ્રઝ્ર્ફ કેમેરા લગાવ્યા હતા.
આ કેમેરાઓ દ્વારા સુરક્ષા દૃળોની અવરજવર અને મહત્વપૂર્ણ સ્થળોની માહિતી એકત્ર કરવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે જણાવ્યું કે આરોપીઓને સુરક્ષા સંસ્થાઓની રેકી કરવી, ગેરકાયદૃે હથિયારો ભેગા કરવા અને રાજ્યમાં કાયદૃો-વ્યવસ્થાને ખોરવવાના કામ સોંપવામાં આવ્યા હતા. આ સમગ્ર નેટવર્ક પાછળ કાર્યરત અન્ય સ્થાનિક તેમજ વિદૃેશી સંપર્કોની ઓળખ કરવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

