Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

અવધ હાઉસિંગ ક્વાર્ટરમાં પ્રમુખ, દંપતિ સહીત ચાર શખ્સોનો પરિવાર પર હુમલો

યુવકને બીજે રહેવા જતો રહેજે નહીતર તને જાનથી મારી નાખીશ કહી ધમકી આપી યુનિવર્સીટી પોલીસ મથકમાં મારકૂટ, ધમકી આપવા સહિતનો ગુનો નોંધાયો

રાજકોટના કાલાવડ રોડ ઉપર અવધના ઢાળ પાસે આરએમસી અવધ હાઉસિંગ ક્વાર્ટરમાં રહેતા જગદીશભાઈ જમનાદાસ થડેશ્વર ઉ.54એ આ જ હાઉસિંગમાં રહેતા ભીખાભાઇ સોલંકી, રુક્ષ્‍મણીબેન, રુક્ષ્‍મણીબેનના પતિ અને રૂક્ષ્‍મણીબેનના દીકરા સામે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બપોરે ઘરે હતા ત્યારે મારી દિકરી સ્નેહાના ટુંક સમયમા મેરેજ હોવાથી મારો દિકરો સુરજ મને કહેવા લાગેલ કે સ્નેહાના મેરેજ હોવાથી આપણે આ ફ્લેટમા રહેવુ નથી, મને ફલેટમા રહેવુ ગમતુ નથી જેથી આપણે બીજે રહેવા જતા રહીએ જેથી મે કહેલ કે આપણે ઘરનો ફલેટ હોય, જેથી બીજે ક્યાંય રહેવા જવુ નથી. તેમ વાતચીત ચાલતી હતી અને ફલેટનો દરવાજો ખુલ્લો હતો ત્યારે અમારી બી વીંગના પ્રમુખ ભીખાભાઈ સોલંકી ઘરના દરવાજા પાસે આવેલા અને ત્યા ઉભા રહીને મને કહેવા લાગેલા કે શુ રાડો પાડીને વાતો કરો છો? તેમ કહીને અમારો વિડીયો ઉતારવા લાગ્યા હતા જેથી મારા દીકરા સુરજે વિડીયો ઊતારવાની ના પાડતા ભીખાભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને મારા દિકરા સાથે બોલાચાલી ઝગડો કરવા લાગેલા અને ગાળો આપવા લાગ્યા હતા આ ઝગડો ચાલતો હતો ત્યારે રૂક્ષ્‍મણીબેન, તેનો દીકરો તથા તેના પતિ આવેલા અને અમોને કહેવા લાગેલા કે, તમે અહીંથી બીજે રહેવા જતા રહો, તમારા દિકરા સુરજને અહી રહેવા દેવો નથી, તેમ કરીને અમારી સાથે બોલાચાલી કરવા લાગેલા અને જેથી મે તથા મારા દિકરા સુરજે કહેલ કે અમારો ઘરનો ફ્લેટ છે અમે બીજે ક્યાંય રહેવા જવાના નથી. તેમ કહેતા આ બધા સાથે મળીને સુરજને ઢીકા પાટુનો માર મારવા લાગેલા હતા આ દરમ્યાન હુ તથા મારી પત્નિ કલાવતીબેન તથા મારી દિકરી સ્નેહા સુરજને છોડાવવા જતા ભીખાભાઈએ પ્લાસ્ટીકનો પાઈપનો મને એક ઘા માથાના પાછળના ભાગે મારી દીધો હતો તથા મારી પત્ની અને દિકરીને રૂક્ષ્‍મણીબેને ઢીકા પાટુનો માર માર્યો હતો ભીખાભાઈ સોલંકીએ મારા દિકરાને કહેલ કે તુ અહીંથી બીજે રહેવા જતો રહેજે નહીતર તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી હતી અને આ દરમ્યાન લોકોના ટોળા એકઠા થતા મારી દિકરી સ્નેહાએ 112મા પોલીસને ફોન કરતા આ લોકો ત્યાથી જતા રહ્યા હતા બાદમા 108 મારફત મને અને મારા પત્નીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અને બાદમાં ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati