Dailyhunt
બગસરામાં છેલ્લા દોઢ માસ ગટરના પીવાના પાણીનું વિતરણ થતા જન આરોગ્ય સામે ખતરો

બગસરામાં છેલ્લા દોઢ માસ ગટરના પીવાના પાણીનું વિતરણ થતા જન આરોગ્ય સામે ખતરો

દુર્ગંધયુક્ત પાણીના વિતરણથી ત્રાહિમામ મહીલાઓએ નગરપાલિકા કચેરીએ ધસી આવી હોબાળો મચાવ્યો

બગસરાના અમરપરા ગંગામૈયા વિસ્તારમાં પાણી વિતરણ થતા જ ગટરનું દુર્ગંધ યુક્ત પાણી આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠીયા છે. આવા દુર્ગંધ યુક્ત પાણી આવવાના લીધે આ વિસ્તારના લોકોને પીવાના પાણીના પણ ફાંફા પડી ગયા છે. જ્યારે આ વિસ્તારના લોકો દ્વારા પાલિકાને અનેક વખત રજુઆત કરેલી હતી પરંતુ નિર્ભર પાલિકાનું પેટનું પાણી પણ હલતું નથી જેના લીધે આજે આ વિસ્તારની મહિલાઓ રણચંડી બની હતી અને પાલિકા ખાતે હોબાળો કર્યો હતો.

અને તત્કાલ અમોને સ્વચ્છ પાણી મળે તેવી વ્યવસ્થા કરવા અધિકારીઓ કહેવામાં આવ્યું હતું. અને જો આ પ્રશ્ન હજુ પણ આમજ રહશે તો હવે અમે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી જયારે અન્ય મહિલાઓ દ્વારા સમજૂતી કરવા પણ પ્રયાશો કર્યા હતા કે જ્યાં સુધી અમોને સ્વચ્છ પાણી ના મળે ત્યાં સુધી આ વિસ્તારમાં પાલિકા દ્વારા પાણીના ટાંકો મુકવામાં આવે પરંતુ પાલિકાએ તેના માટે પણ ના પાડવામાં આવી હતી. જયારે અંતમાં પાલિકા દ્વારા બને તેટલું ઝડપી તમારો પ્રશ્ન સોલ્વ કરી આપીશું તેવું કહી પોત્સાહન આપ્યું હતું. જયારે હાલમાં પાલિકામાં વહીવટદારનું સાસન છે ત્યારે વહીવટદાર હાજર ના હોવાથી હેડ ક્લાર્ક આ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. પરંતુ આ વિસ્તારની મહિલાઓની ધીરજનો અંત થાય તે પહેલા આ પ્રશ્ન સોલ્વ કરવા અલ્ટીમેન્ટમ આપવામાં આવ્યું હતું. આ પ્રશ્નને આંદોલનનું રૂપ આપીશું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati