Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બગસરામાં સાતલડી નદીમાં પાલિકા દ્વારા નખાતુ ગટરનું ગંદુ પાણી

બગસરામાં સાતલડી નદીમાં પાલિકા દ્વારા નખાતુ ગટરનું ગંદુ પાણી

વાર નવાર ફરિયાદ છતાં પાલીકા સદસ્યોને જાણે કંઈ પડી નથી

વિગત અનુસાર બગસરાની મધ્ય માંથી પસાર થતી ગંગા જેવી પવિત્ર સાતલડી નદીની સફાઈ 2013 બાદ ક્યારેય થયેલ ના હતી જ્યારે બે વર્ષ પહેલા પત્રકાર એકતા પરિષદ દ્વારા ગામ લોકોના સહયોગથી આ નદીને ઊંડી ઊતરી અને સફાઈ હાથ ધરવામાં આવી હતી અને સાતલડી નદી ખરા અર્થમાં ગંગા જેવી પવિત્ર નદી જેવી સ્વચ્છ કરવામાં આવી હતી પરંતુ જાણે પાલિકાને તો જાણે આ નદીને ગટર જેવી ગંદી બનાવવામાં જ મસ્ત થય હોય તેવું લાગી રહ્યું છે ભૂગર્ભ ગટરની કુંડીના પાણી આ નદીમાં ઉતારવાનું સારું કર્યું છે અને આ નદી અતી દુર્ગંધ યુકત કરી નાખી છે જ્યારે ગામ લોકો અને જાગૃત નાગરિક દ્વારા પાલિકા પ્રમુખને અવાર નવાર રજુઆતો કરી હતી જ્યારે પાલિકા પ્રમુખને પણ આ નદી ગંદકી યુકત કરવામાં રસ હોય તેવું લાગી રહયું છે જ્યારે આ બાબતે પાલિકા પ્રમુખ નીરવ ગોંડલીયાને પૂછતા તેમણે જણાવ્યું કે હાલમાં પાણી ભરેલું હોવાથી થોડું સુકાઈ એટલે ત્યાં છાંદીને બંધ કરવામાં આવશે હાલ પૂરતું માટી નાખીને બંધ કરવામાં આવ્યું છે.

પરંતુ હજુ પણ આ ભૂગર્ભની કુંડીમાંથી ગટરનું ગંધાતુ પાણી પવિત્ર ગંગા જેવી નદીમાં નાખવામાં આવતા આ બાબતે લોકોમાં રોષ ભભુકી ઉઠયો છે પરંતુ પાલિકાનું તો જાણે પેટનું પાણી હાલતું નથી પોતાના સત્તામાં મદ મસ્ત થયને બેઠેલા સતાધીશો જાણે બગસરાની જનતાનું અહિત ઈચ્છી રહ્યાં છે કે સુ તેવા લોકોમાં ચર્ચા ઉઠી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati