Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બજરંગ દળે ઉપાડ્યું સફાઈનું બીડું  માણાવદરના સ્મશાન ગૃહમાં ગંદકીનું સામ્રાજ્ય

બજરંગ દળે ઉપાડ્યું સફાઈનું બીડું માણાવદરના સ્મશાન ગૃહમાં ગંદકીનું સામ્રાજ્ય

માણાવદર નગરપાલિકા તંત્ર દ્વારા સ્મશાન ગૃહની યોગ્ય સાફ-સફાઈ રાખવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. તંત્રની આ ઘોર બેદરકારી વચ્ચે, સ્મશાન ગૃહની આવી દુર્દશા જોઈને માણાવદર બજરંગ દળના કાર્યકર્તાઓમાં સેવાનો ભાવ જાગ્યો છે. પવિત્ર ગણાતા આ સ્થળને ફરીથી સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવા માટે બજરંગ દળના તમામ કાર્યકર્તાઓએ એક થઈને ત્યાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું બજરંગ દળના સભ્યો દ્વારા આયોજિત આ સફાઈ અભિયાન અંતર્ગત સ્મશાન ગૃહની તમામ બેન્ચોને પાણીથી ધોઈને સંપૂર્ણપણે ચમકાવવામાં આવી, જેથી ડાઘુઓને બેસવામાં કોઈ અગવડતા ન પડે.

આ ઉપરાંત આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને એક મોટું આગોતરું આયોજન પણ કરાયું છે. સ્મશાનના ખુલ્લા ગ્રાઉન્ડમાં પડેલા લાકડાઓ વરસાદના પાણીથી પલળી ન જાય અને અંતિમ સંસ્કાર સમયે લોકોને મુશ્કેલી ના પડે, તે માટે તે તમામ લાકડાઓને વ્યવસ્થિત રીતે ગોડાઉનની અંદર શિફ્ટ કરવામાં આવ્યા હતા.
માણાવદર શહેરના સ્થાનિક સ્મશાન ગૃહમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠયા બાદ બજરંગ દળના આ પ્રશંસનીય અને સેવાભાવી કાર્યને માણાવદરની જનતા તરફથી બિરદાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ નગરપાલિકા તંત્ર પોતાની કામગીરી અને જવાબદારીઓ સમજશે તેવું માણાવદરના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati