85થી વધારે બાળકોએ ભાગ લીધો: વિજેતાઓનું સન્માન
બાલભવન રાજકોટ દ્વારા દર શનિવારે અવનવા કાર્યકમો અને સ્પર્ધાઓનું આયોજન થતું જ હોય છે. શનિવાર તા. 22-08-2026 નાં રોજ બાલસભ્યો માટે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં 5 થી 10 વર્ષ (અ) ગૃપ અને 11 થી 16 વર્ષ (ઇ) ગૃપ પ્રમાણે સ્પર્ધા યોજાઇ હતી. જેમાં બન્ને ગૃપનાં 85 જેટલા બાળકોએ વિવિધ સામગ્રીથી નવિનતમ ફેન્સી રાખડીઓ બનાવી હતી.
સ્પર્ધામાં બન્ને ગૃપમાં 1 થી 3 કમાંક પ્રમાણે વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં 5 થી 10 વર્ષ (અ) ગૃપ માં રહેમતકૌર બાધાસિંધાણી-પ્રથમ, જુહી મનવાણી - દ્વિતિય, જેન્સી ખૂંટ - તૃતિય અને આરવી ડેકાણી - ચતુર્થ કમાંકે વિજેતા થયેલ જ્યારે 11 થી 16 વર્ષ (ઇ) ગૃપ માં યશસ્વી ડાવેરા પ્રથમ, વંશ લીંબડિયા - દ્વિતિય, નૈત્રી કમાણી - તૃતિય, કમાંક પ્રમાણે વિજેતા જાહેર કરાયા હતા. બાલભવન રાજકોટ નાં ટ્રસ્ટી ફ્રી ડો.અલ્પનાબેન ત્રિવેદી તેમજ 1 ડો. યજ્ઞેશભાઈ જોષી એ વિજેતાઓને શુભેચ્છા આપવાની સાથે બાળકોની હસ્તકલા ને બિરદાવી હતી. નિર્ણાયક ભાવનાબેન જોષી, તૃત્પિબેન ચૌહાણ, રિશિતાબેન જોષી અને અફરોઝાબેન પરમારનાં વરદ્ હસ્તે બાળકોને ઇનામ પ્રમાણપત્ર થી સન્માનિત કરાયા હતા.

