Dailyhunt
ભરાણામાં યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ભરાણામાં યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ભાણવડ નજીક બાઈકની ઠોકરે રાહદારી ઘવાયો

ખંભાળિયાના ભરાણા ગામે યુવાને અગમ્ય કારણસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ભાણવડ નજીક બાઈકે રાહદારીને ઠોકરે લઈ ઈજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નૌધાયું છે.
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા પ્રતાપસિંહ રૂપસંગ ગોહિલ નામના 37 વર્ષના યુવાને ગઈકાલે બુધવારે સાંજના સમયે ભરાણા ગામના સીમ વિસ્તારમાં આવેલી નદી કાંઠે બાવળના ઝાડની ઝાડીમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો.

આ બનાવ અંગેની જાણ જગમાલજી રૂપસંગ ગોહિલ (ઉ.વ. 50, રહે. ભરાણા)એ વાડીનાર મરીન પોલીસને કરી છે. ભાણવડથી આશરે ચાર કિલોમીટર દૂર રેલવે ફાટક પાસે એક પેટ્રોલ પંપ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે.

03 એચ.એલ. 6765 નંબરના એક મોટરસાયકલના ચાલકે આ માર્ગ પર કેટલાક રાહદારીઓને ઠોકરે લીધા હતા. આ બનાવ અંગે ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડવા સબબ વશરામભાઈ દેવશીભાઈ પીપરોતર (ઉ.વ. 42, રહે. ઘેલડા ગામ, તા. જામ જોધપુર)ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે મોટરસાયકલના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati