Dailyhunt
ભાવનગર શહેર કોંગ્રેસ સંગઠનની રચના: 7 ઉપપ્રમુખ, 13 મહામંત્રી,27 મંત્રી, 5 પ્રવક્તા

ભાવનગર શહેર કોંગ્રેસ સંગઠનની રચના: 7 ઉપપ્રમુખ, 13 મહામંત્રી,27 મંત્રી, 5 પ્રવક્તા

ચુંટણી ટાણે સંગઠનની જાહેરાત

ભાવનગર શહેર કોંગ્રેસ સંગઠનની રચના કરવામાં આવી છે .સ્થાનિક કક્ષાએથી તૈયાર કરવામાં આવેલું માળખું પ્રદેશ સમિતિને મંજૂરી અર્થે મોકલવામાં આવ્યું હતું, જેના પર પ્રદેશ નેતૃત્વએ અંતિમ મહોર મારી દીધી છે.
આ નવી નિમણૂક સાથે શહેર સંગઠનમાં કુલ 7 ઉપપ્રમુખ, 13 મહામંત્રી, 27 મંત્રી અને 5 પ્રવક્તાઓની વરણી કરવામાં આવી છે.

નોંધનીય છે કે આ સંગઠનમાં કોંગ્રેસના જૂના જોગીઓ અને અનુભવી નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
ચૂંટણી જાહેર થયાના દિવસે જ સંગઠનની નવી ટીમની જાહેરાત થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સુષુપ્ત અવસ્થામાં રહેલા કાર્યકરો સક્રિય બન્યા છે અને પક્ષમાં એક નવું ચેતનવંતુ વાતાવરણ ઊભું થયું છે. આગામી ચૂંટણીમાં સંગઠનના આ હોદ્દેદારો પક્ષ તરફથી પ્રબળ દાવેદારો બને તેવી પણ પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
શહેર પ્રમુખ લાલભા ગોહિલ દ્વારા સંગઠની રચના કરવામાં આવી છે તેમાં ઉપપ્રમુખમાં સર્વશ્રી કમલેશભાઈ મહેતા ,પારુલબેન ત્રિવેદી, રમેશભાઈ જેતાણી, જીપી મકવાણા, મોહમ્મદ ઇલ્યાસ , મહેન્દ્રસિંહ ગોહિલ અને પ્રભાતસિંહ સોલંકી જ્યારે મહામંત્રીમાં સર્વશ્રી ધીરુભાઈ કરમટીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા ઇલાબેન ડોડીયા ,જયેશભાઈ બારૈયા, ગીતાબેન પરમાર, જે કે પરમાર ,ભાવિન ઓઝા, અતિક બેલીમ ,ઇમરાનભાઈ કોમરેડ, સંદીપસિંહ ગોહિલ, કલ્પેશભાઈ મણીયાર, અમિતભાઈ પરમાર જ્યારે પ્રવક્તામાં જયદેવસિંહ ગોહિલ ,કિશોરભાઈ કંટારીયા, મુમતાજબેન શેખ, સોનલબેન પટેલ, ધર્મરાજસિંહ કોટિલા, મંત્રીમાં મુકેશભાઈ વાઢીયા, વિજયભાઈ સોલંકી, તોષીક પઠાણ, સતિષભાઈ ચૌહાણ ,મનસુખભાઈ ખડેલા, ગોપાલસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ , હિંમતભાઈ જમોડ, બકુલભાઈ ભાસ્કર, સિકંદર મધરા, રાકેશભાઈ પંડ્યા, સોહમ મહેતા, અનિષાબેન ડેરયા ,મયુરસિંહ ગોહિલ, જગદીશભાઈ ગોહિલ, ગોપાલભાઈ ભડીયાદરા, સંજયભાઈ ડોડીયા, કાનાભાઈ ચૌહાણ ,હંસાબેન પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ નારીગરા ,માયાબા જેઠવા ,કાંતિભાઈ ચૌહાણ, ભગવાનભાઈ મેર, અજય સોલંકી, ભુપત સાટીયા, રાકેશભાઈ પરમાર, નયન સોલંકી નો સમાવેશ થાય છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati