પોલીસે કેમિકલ, નવ હજાર ખાલી બોટલ અને 600 બોટલ દારૂ સાથે બે ઝડપ્યા : દારૂનો જથ્થો બજારમાં સપ્લાય થાય તે પૂર્વે જ પોલીસ ત્રાટકી
ભાવનગરમાં લઠ્ઠાકાંડ વચ્ચે કચ્છના આદીપુરમાં પોલીસે નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડી કેમિકલ, નવ હજાર ખાલી બોટલ અને 600 બોટલ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે દારૂનો જથ્થો બજારમાં સપ્લાય થાય તે પૂર્વે જ દરોડો પાડ્યો છે.
આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે. તે અંગે તપાસ શરૂ કરી છે.
ભુજ સાયબર સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે આદિપુરના 4-અ વિસ્તારમાં આવેલી ફેક્ટરી પર અચાનક દરોડો પાડ્યો હતો. જ્યાં ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ દારૂૂ બનાવવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. રોયલ સ્ટેગ બાદ હવે આરોપીઓ દ્વારા 'રોયલ ચેલેન્જ' બ્રાન્ડના નામે ડુપ્લીકેટ દારૂૂ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી કેમિકલ અને બોટલ સીલ કરવાનું મશીન પણ જપ્ત કર્યું છે. દરોડા દરમિયાન પોલીસે 9 હજાર જેટલી ખાલી બોટલો તેમજ દારૂૂથી ભરેલા 600થી વધુ ક્વાર્ટર કબજે કર્યા છે. તૈયાર કરાયેલા દારૂૂના ક્વાર્ટર પર સ્ટીકર લગાવવાની કામગીરી બાકી હતી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં મુંબઈના હિતેશ બામણિયા અને ઉત્તર પ્રદેશના મથુરાના બિજેન્દ્ર જાટ નામના બે મુખ્ય આરોપીઓની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ગોડાઉનમાં મોટા પાયે નકલી દારૂૂનું ઉત્પાદન કરી જાણીતી બ્રાન્ડ છજ્ઞુફહ ઈવફહહયક્ષલયના સ્ટીકરો લગાડીને બોટલો વેચવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું. બોર્ડર રેન્જ સાયબર સેલ ઙજઈં મયૂરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ પ્રવૃત્તિ 3-4 દિવસથી જ શરૂૂ કરવામાં આવી હતી. દારૂૂ બનાવવાનું રો મટીરિયલ મુંબઈથી (મુંબઈના કોઈ રાજસ્થાનના રાજુ નામના વ્યક્તિ મારફતે) મંગાવવામાં આવ્યું હતું. એક સેમ્પલ બોટલ પર 'છજ્ઞુફહ ઈવફહહયક્ષલય' લખેલું હતું અને અન્ય બોટલોના ઢાંકણા પર 'છઈ' લખેલું મળી આવ્યું હતું. ઘટનાસ્થળે ઋજક અધિકારીઓએ પહોંચીને સેમ્પલિંગની કામગીરી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.

