Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ભાવનગરના ડાયમંડ ચોક ખાતે 'તુલસી વિવાહ' 21મીએ યોજાશે

ભાવનગર શહેરના ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા છેલ્લા 70 વર્ષથી ચાલી આવતી પરંપરાગત શૈલી મુજબ આ વર્ષે પણ આગામી તા. 21 નવેમ્બર 2026, શનિવારના રોજ (સવંત 2083 કારતક સુદ અગીયારસના દિવસે) ગુજરાતના સુપ્રસિદ્ધ ભવ્ય 'તુલસી વિવાહ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષના તુલસી વિવાહ મહોત્સવની વિશેષતા એ છે કે ભગવાન શ્રી લાલજી મહારાજનો ભવ્ય વરઘોડો સદગુરુ આશ્રમ, કાળીયાબીડ (વિશાલ બાપુ) ભગવતી સર્કલ ખાતેથી પ્રસ્થાન કરશે.

આ મહોત્સવ અંતર્ગત તા. 21/11/2026ના રોજ બપોરે 3:30 કલાકે માતા તુલસીવૃંદાંની બહેનો દ્વારા પૂજા વિધિનું વિશેષ આયોજન રાખવામાં આવ્યું છે. ત્યારબાદ ભગવાન લાલજી મહારાજ અને માતા તુલસીવૃંદાંના લગ્નની શુભ હસ્તમેળાપની વિધિ રાત્રે 8:30 કલાકે સંપન્ન થશે. આ શુભ પ્રસંગે માતા તુલસીવૃંદાંનું ક્ધયાદાન પ્રતિકભાઈ જોષી દ્વારા કરવામાં આવશે. સમગ્ર લગ્ન વિધિ દરમિયાન લોકસાહિત્ય અને સંગીતની રમઝટ જમાવવા માટે ઇન્ટરનેશનલ લોક ગાયકી શ્રી રાજશ્રીબેન પરમાર તથા તેમની ટીમ દ્વારા લગ્નના રૂડા ફટાણાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સરદારનગર, ભાવનગર દ્વારા તુલસી વિવાહ દરમિયાન જુદી જુદી માતાજીની ઝાંખીના દર્શન પણ ભાવિક ભક્તોને કરાવવામાં આવશે. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ 'જય બહુચર મા રાધાકૃષ્ણ ગ્રુપ (રાધામાસી)' દ્વારા રાધાકૃષ્ણના રાસનો વિશેષ પ્રોગ્રામ પણ યોજાશે.ડાયમંડ ચોક મિત્ર મંડળના હોદ્દેદારો શ્રી રાજેશ જોષી, ભાણજીભાઈ બારૈયા, ભુપતસિંહ વેગડ, કલ્પેશ મણીયાર, અને પ્રકાશ મકવાણા સહિતના સૌ આગેવાનો દ્વારા ભાવનગરની ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય તુલસી વિવાહના તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં પધારીને ધર્મલાભ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati