Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભૂસ્ખલન થતાં કાટમાળમાં દટાયેલા ૧૬ લોકોના મોત

ભૂસ્ખલન થતાં કાટમાળમાં દટાયેલા ૧૬ લોકોના મોત

નેપાળ બાદ ચીનમાં આફત

ચીન-નેપાળ સરહદૃે આવેલા ગિરોંગ પોર્ટ પર ૨૬મી ઓગસ્ટે ભૂસ્ખલન થયું હતું, જેમાં ૫૪૬ લોકો ગુમ છે

ચીન-નેપાળ સરહદૃે આવેલા ગિરોંગ પોર્ટ (ય્ઐર્હિખ્ત ર્ઁિં) પર ૨૬મી ઓગસ્ટે થયેલા વિનાશક ભૂસ્ખલન બાદૃ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. દૃક્ષિણ-પશ્ર્ચિમ ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, શનિવારે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૬ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ૫૪૬ લોકો હજુ પણ ગુમ છે.

ગુમ થયેલા લોકોમાં ૪૯ ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. રાહત અને બચાવ ટીમો હાલમાં ગુમ થયેલા લોકોને શોધવા માટે સતત બચાવ કામગીરી ચલાવી રહી છે.
અહેવાલો અનુસાર, ભૂસ્ખલન પછી ૨૩ દૃેશોના કુલ ૨૬૧ વિદૃેશી નાગરિકો ગુમ હોવાના અહેવાલ છે. આમાંથી સૌથી વધુ નેપાળના ૧૦૪ નાગરિકો ગુમ થયા છે.
આ સિવાય ગુમ થયેલા લોકોમાં ભારતના ૪૯, લાતવિયાના ૩૩, અમેરિકાના ૧૮ અને બ્રિટનના ૧૫ નાગરિકોનો સમાવેશ થાય છે. ઉપરાંત કેનેડા અને ઓસ્ટ્રેલિયાના ૬-૬ નાગરિકો, દૃક્ષિણ આફ્રિકાના ૪, મલેશિયાના ૩, જર્મનીના ૩ અને રશિયાના ૩ નાગરિકો પણ ગુમ છે. આયર્લેન્ડ અને એસ્ટોનિયાના ૨-૨, તથા ફ્રાન્સ, નેધરલેન્ડ્સ અને ન્યૂઝીલેન્ડ સહિત અન્ય ઘણાં દૃેશોના નાગરિકો પણ ગુમ થયેલા લોકોની યાદૃીમાં સામેલ છે.તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં તાજેતરમાં આવેલા પૂર અને ભૂસ્ખલન બાદૃ, સ્થાનિક અધિકારીઓએ ગુમ થયેલા વિદૃેશી નાગરિકો વિશે જાણકારી આપવા અને માહિતી એકત્રિત કરવા માટે ૨૪ કલાક કાર્યરત બે વિશેષ અંગ્રેજી ભાષાની હેલ્પલાઇન શરૂ કરી છે. આ હેલ્પલાઇન દ્વારા ગુમ થયેલા વિદૃેશી નાગરિકોના પરિવારો તેમના પ્રિયજનો વિશે માહિતી મેળવી શકશે. તિબેટ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા સમર્પિત હેલ્પલાઇન નંબરો ૦૦૮૬-૮૯૧-૬૮૧૭૧૬૫ અને ૦૦૮૬-૧૮૩-૦૮૦૨-૬૭૦૫ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati