Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

બીલેશ્ર્વર ગામે કાકાને ધમકી આપી ભત્રીજાએ કારમાં કરી તોડફોડ

દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી તેની સાથે કોઇ વહેવાર રાખવો નહી તેવું પરિવારજનોએ નકકી કર્યુ હોવાથી બન્યો બનાવ: અગ્રણીએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો ગુન્હો

પોરબંદરના બીલેશ્ર્વર ગામના અગ્રણી એવા રબારી સમાજના વૃધ્ધને તેના ભત્રીજાએ ધમકી આપીને કારમાં તોડફોડ કરતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
બીલેશ્ર્વર ગામે દીપડીયાપરા વિસ્તારમાં રહેતા રબારી સમાજના અગ્રણી ગોગનભાઇ રામાભાઇ મોરી ઉ.વ.

78 દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તા. 22-8ના તેના ભત્રીજા હરપાલ વેજાભાઇ મોરીનો આવળ માતાજીના મંદિરે ધ્વજા ચડાવવાનો પ્રસંગ હોવાથી ફરીયાદી તેમની કાર લઇને આવળ માતાજીના મંદિરે જતા હતા તે દરમ્યાન મંદિર પાસે રોડ ઉપર તેનો બીજો ભત્રીજો રમેશ વેજા મોરી લોખંડનો પાઇપ લઇને ગોગનભાઇ પાસે દોડી આવ્યો હતો અને બોલાચાલી કરી ગાળો બોલવા લાગ્યો હતો અને કારનો દરવાજો ખોલવા લાગ્યો હતો. ગોગનભાઇએ દરવાજો નહી ખોલતા લોખંડના પાઇપના ઘા મારી કારના આગળના કાચ ફોડી નાખ્યા હતા. ત્યારબાદ બોનેટ અને સાઇડ મીરરને પણ તોડી નાખ્યા હતા. તે દરમ્યાન ત્યાં ધ્વજાના પ્રસંગે આવેલા લોકો આવી ગયા હતા જેથી રમેશને રોકવામાં આવ્યો હતો અને ત્યાંથી તે જતો રહ્યો હતો. જતા જતા તેણે ગોગનભાઇને 'તારા કારણે મને ધ્વજાના પ્રસંગમાં બોલાવેલ નથી તું એકલો ભેગો થા તને મારી નાખીશ' તેવી ધમકી આપી હતી.
ત્યારબાદ ગોગનભાઇના નાના દીકરા કિશોરે એવુ કહ્યુ હતુ કે તેના ફોનમાં એક વોઇસ રેકોર્ડીંગ મોકલેલ છે જેમાં ભત્રીજો રમેશ વેજા મોરી ગોગનભાઇને ગાળો આપતો હોય અને સમાજમાં પ્રતિષ્ઠાને હાની પહોચે તેવા અભદ્ર શબ્દો બોલતો હતો. આ રેકોર્ડીંગ વોટસએપમાં કિશોરને મોકલ્યુ હોવાથી બધા પૂરાવા લઇને ગોગનભાઇ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને ભત્રીજા રમેશ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં એવુ જણાવ્યુ છે કે રમેશને દારૂ પીવાની ટેવ હોવાથી અવારનવાર ફરીયાદીના પરિવાર સાથે બોલાચાલી કરતો હતો. તેથી એક મહિના પહેલા ગોગનભાઇ અને તેના બધા ભાઇઓએ એવુ નકકી કર્યુ હતુ કે આ રમેશ સાથે કોઇએ વહેવાર રાખવો નહી જેથી તે વાતનું મનદુ:ખ રાખીને ગાળો દઇ, કારમાં તોડફોડ કરી 10,000 રૂા.નું નુકશાન કર્યુ છે. તેથી રાણાવાવ પોલીસે ગુન્હો નોંધીને આરોપી રમેશ વેજા મોરીની શોધખોળ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati