Dailyhunt
ચેતક SCREEN એવોર્ડ્ઝ 2026 5 એપ્રિલે થશે LIVE  ટેલિકાસ્ટ, નવા બ્રાન્ડ પાર્ટનર્સની થઈ જાહેરાત

ચેતક SCREEN એવોર્ડ્ઝ 2026 5 એપ્રિલે થશે LIVE ટેલિકાસ્ટ, નવા બ્રાન્ડ પાર્ટનર્સની થઈ જાહેરાત

ભારતીય સિનેમાના બહુપ્રતિક્ષીત એવા ચેતકSCREEN એવોર્ડ્ઝ 2026 5 એપ્રિલે રાતે 8 વાગે ટેલિકાસ્ટ થશે. આ વખતે દર્શકો ઘરે બેઠા ફિલ્મોનું ગ્લેમર, એક્સલન્સ અને ઉજવણીમાં રિયલ ટાઈમ જોડાઈ શક્શે. ઇતિહાસમાં પહેલીવાર, દર્શકો આ એવોર્ડ સમારોહને સીધો LIVE જોઈ શકશે. વિશ્વભરના દર્શકો માટે સમારોહનું લાઈવ સ્ટ્રીમિંગ YouTube, Sony Entertainment Television અને Sony LIV પર કરવામાં આવશે.

ભારતીય સિનેમાના આ બહુપ્રતિક્ષીત એવોર્ડને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ચેતક SCREEN એવોર્ડઝ 2026 દ્વારા આજે પોતાના બ્રાન્ડ પાર્ટનર્સની જાહેરાત કરવામાં આવી છે. આ દરેક બ્રાન્ડ પાર્ટનર લેગસી, વિશ્વાસ અને સાસ્કૃતિક જોડાણ માટે એક સરખું કમિટમેન્ટ ધરાવે છે.
આSCREEN એવોર્ડ્ઝ દાયકાઓથી ભારતીય ફિલ્મ જગતમાં પોતાનું વિશિષ્ઠ અને પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે, જે તેણે પોતાની એડિટોરિયલ ઈન્ટિગ્રીટી, આકરા વિવેચન અને સિનેમેટિક એક્સલન્સથી બનાવ્યું છે. The Indian Express Group ના મજબૂત એડિટોરિયલ વારસાની સાથે સ્વતંત્ર અને બિનલાભકારી સંસ્થા SCREEN એકેડમીના માર્ગદર્શનમાં યોજાતો આ એવોર્ડ મનોરંજનની સતત બદલાતી દુનિયામાં વિશ્વસનીયતાનો માપદંડ બની ચૂક્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati