Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
છાંયામાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી

છાંયામાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી

દેવજી ચોકમાં 6 ફૂટના રસ્તા પરનું દબાણ કરવામાં આવ્યું દૂર

પોરબંદરના છાયા વિસ્તારમાં રસ્તા પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનધિકૃત દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. કમિશનર ટી.સી. તિરથાણીની સૂચના અને નાયબ કમિશનર (વહીવટ) કિશન બી. ગરસરના માર્ગદર્શન હેઠળ છાંયા દેવજી ચોક વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગને ફરિયાદ મળી હતી કે છાંયા દેવજી ચોક વિસ્તારમાં 6 ફૂટના જાહેર રસ્તા પર 4 ફૂટ જેટલી દિવાલ ઉભી કરીને ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે હાલાકી પડતી હતી.ફરિયાદના આધારે ટાઉન પ્લાનિંગ શાખા અને સેનિટેશન વિભાગની ટીમે સ્થળ પર જઈને જરૂરી ઓજારોની મદદથી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 6 ફૂટના રસ્તા પર કરાયેલ 4 ફૂટની દિવાલનું દબાણ, ઉપરાંત ત્યાં બનાવવામાં આવેલ કમ્પાઉન્ડ હોલ અને બાથરૂમનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડી દૂર કરવામાં આવ્યું હતું.પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહેરના જાહેર માર્ગો અને જાહેર સ્થળો પરના અનધિકૃત દબાણો સામે નિયમોનુસાર કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati