નેપાળમાં ભયાનક પૂર પછી ચીન તરફ લગભગ ૪૦૦ ભારતીય નાગરિકો ફસાયેલા છે. વિદૃેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે આ બધાનો સંપર્ક થઈ ગયો છે અને બધા સુરક્ષિત છે. વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ અનુસાર, ભારતીય દૃૂતાવાસ બેઇિંજગમાં ફસાયેલા ભારતીયો, તેમના ટ્રાવેલ એજન્ટો અને ગ્રુપ લીડર્સના સંપર્કમાં છે. દૃૂતાવાસ તેમની વ્યવસ્થા કરી રહૃાું છે.
રસ્તાઓ ખુલ્યા પછી આ ભારતીયોને સુરક્ષિત ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. નેપાળમાં આવેલી ભયંકર પૂર હોનારત બાદૃ તાજેતરમાં ૨૧ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે દિૃલ્હી પહોંચ્યા છે. આ તમામ લોકો તમિલનાડુના યાત્રાળુઓ છે, જેઓ હવે દિૃલ્હીથી સીધા જ પોતાના વતન તમિલનાડુ જવા રવાના થશે. વિદૃેશ મંત્રી એસ. જયશંકરે દિૃલ્હીના ઇન્દિૃરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ રેસ્ક્યુ કરાયેલા લોકો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે વાતચીત કરીને િંહમત આપી હતી.
વિદૃેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને આ આફત અંગે મહત્વની અપડેટ આપવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેપાળના 'ત્રિશુલી વન જળવિદ્યુત પરિયોજના' (હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ) પર કામ કરી રહેલા ૬૩ ભારતીયોને ગઈકાલે સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ચીન તરફ ફસાયેલા ૯૬ ભારતીય નાગરિકો પણ સુરક્ષિત રીતે નેપાળ પહોંચી ગયા છે અને હવે તેમને વહેલી તકે ભારત લાવવા માટેના સઘન પ્રયાસો ચાલી રહૃાા છે.

