Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દમણથી કારમાં 2.22 લાખનો દારૂ-બિયર ડિલિવરી દેવા આવેલો બોટાદનો શખ્સ ઝડપાયો

દમણથી કારમાં 2.22 લાખનો દારૂ-બિયર ડિલિવરી દેવા આવેલો બોટાદનો શખ્સ ઝડપાયો

ગોંડલ ચોકડી પાસે પીસીબીનો દરોડો : ખોડિયારનગરના શખ્સની શોધખોળ

રાજકોટ,તા.4: રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે પીસીબીની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે રાત્રે ગોંડલ ચોકડી પાસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમીવાળી કાર પસાર થતા અટકાવી જડતી લેતા તેમાંથી 2,22,048 રૂપિયાનો દારૂ-બિયરનો જથ્થો મળી આવતા બોટાદના શખ્સને સકંજામાં લઇ પૂછતાછ કરતા પોતે રાજકોટ ખોડિયારનગરના શખ્સને ડિલિવરી દેવા આવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી 7,22,048 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી રાજકોટના શખ્સની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ આર કે જાડેજા, પીએસઆઈ પી બી ત્રાજીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાણા અને ઘનશ્યામસિંહ ચૌહાણને મળેલી બાતમી આધારે ગોંડલ ચોકડી પાસે રાત્રે વોચ ગોઠવી હતી ત્યારે બાતમીવાળી કાર પસાર થતા અટકાવી જડતી લેતા તેમાંથી દારૂના 528 ચપલા અને બીયરના 168 ટીન મળી આવતા પોલીસે કાર ચાલકનું નામઠામ પૂછતાં પોતે બોટાદનો ભગત ભગવાનભાઇ કમેજળીયા હોવાનું અને આ દારૂ-બિયર રાજકોટના ખોડિયારનગરમાં રહેતા સુખદેવસિંહ કનુભા પરમારને આપવાનો હોવાની અને પોતે દમણથી દારૂ લાવ્યાની કબૂલાત આપતા પોલીસે આજી ડેમ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી 7,22,048 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી રાજકોટના રીસીવરની શોધખોળ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati