Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઢસા વિસ્તારમાંથી 1 માસ પૂર્વે પકડાયેલા દારૂ પ્રકરણમાં પીઆઈ પંચાલ સસ્પેન્ડ

ઢસા વિસ્તારમાંથી 1 માસ પૂર્વે પકડાયેલા દારૂ પ્રકરણમાં પીઆઈ પંચાલ સસ્પેન્ડ

ઢડા(સ્વામીના) તાલુકાના ઢસા પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા એમ.ડી. પંચાલને બેદરકારી સબબ સસ્પેન્ડ કરતા પોલીસ વિભાગમાં ભારે હડકંપ મચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી દારૂ અને ભાવનગરનો લઠ્ઠાકાંડ સતત છવાયેલા રહ્યા છે. ત્યારે રાજ્યમાં બેફામ રીતે ચાલતા દારૂ અને તાજા લઠ્ઠાકાંડના ગરમ વાતાવરણનો રેલો ઢસા પોલીસ ઇન્સ્પેક્ટર સુધી પહોચતા ભારે ચકચાર મચી જવા પામી છે.

ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારના અનીડા ગામની સીમમાંથી એકાદ માસ પૂર્વે રાજ્યના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરતા રૂપિયા 55.77 લાખનો દારૂ મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ તળભની રેડના પગલે ફરજમાં બેદરકારી સબબ ઢસાના પીઆઈ એમ.ડી. પંચાલને નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સસ્પેન્શન દરમિયાન રાજકોટ હેડક્વાર્ટર ખાતે બદલી કરી ગઢડા પીઆઇ ને ચાર્જ સોંપવામાં આવ્યો છે. હાલના તબક્કે ગઢડા પીઆઇ કે.એન. ચોપરા રજા ઉપર હોવાથી હાજર થાય ત્યાં સુધી વી.એલ. સાકરીયા ઢસા પોલીસ મથકનો ચાર્જ સંભાળશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati