Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ધ્રોલના ભૂચરમોરી મેદાનમાં ત્રીજીએ શહીદોને શ્રધ્ધાંજલી અપાશે

ધ્રોલના ભૂચરમોરી મેદાનમાં ત્રીજીએ શહીદોને શ્રધ્ધાંજલી અપાશે

અશ્ર્વ સ્પર્ધામાં 50 અશ્ર્વો જોડાશે; તલવારબાજી સ્પર્ધા યોજાશે

જામનગર જિલ્લાના ધ્રોલ પંથક ના શહીદ ભૂચરમોરી સ્થાનકે શ્રદ્ધાંજલિ સમારોહનું આગામી તા. 3 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજા એ પત્રકારોને જણાવ્યું હતું કે, આગામી તા. 3-9-ર0ર6 ના એટલે કે શિતળા સાતમના દિવસે ધ્રોલના ભૂચરમોરી મેદાનમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

અકબર બાદશાહ સામે જામ સતાજીએ યુદ્ધ કર્યું હતું જેમાં હજારો લોકો શહીદ થયા હતાં.
જામનગરના જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજા એ રાજપૂત સમાજ ના ભાઈઓ ને સંદેશો પાઠવ્યો હતો કે કાર્યક્રમનું નિમંત્રણ મળ્યું છે, પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત રહી શકે તેમ નથી.
ગૌરવપૂર્ણ ઈતિહાસમાંથી સમજવા, શીખવા અને જીવનમાં ઉતારવા જેવી વાતો જ ઉજવળ ભવિષ્યનું નિર્માણ કરે છે. આમ સહુંસાથે મળીને જીવનની આહુતિ આપનાર સુરવીરોની યાદમાં કાર્યક્રમ ઉજવો છે તે આજની પેઢીને રસ્તો દેખાડનારી દિવાદાંડી બનશે અને તમારા આ પ્રયત્નોથી હું રાજી છું. આ સમયે જામસાહેબ દ્વારા આર્થિક અનુદાન પણ જાહેર કરવામાં આવ્યું હતું.
તા. 3 ના સવારે 8 વાગ્યે વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ થશે. જેમાં અશ્વ સ્પર્ધા સવારે 8 વાગ્યે શરૂ થશે. રપ વર્ષથી આ સ્પર્ધા યોજાય છે. તેને નિહાળવા માટે 1પ થી ર0 હજાર લોકો આવે છે. આ સ્પર્ધામાં પ0 અશ્વો જોડાશે. ત્યારપછી તલવારબાજી સ્પર્ધા યોજાશે.
આ પછી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે. ઈતિહાસમાંથી લોકો પ્રેરણા મેળવે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
અગાઉ આ ભૂચરમોરી મેદાનમાં અનેક મુખ્યમંત્રીઓ પણ મુલાકાત લઈ ચૂક્યા છે, જેમાં જે તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત આનંદીબેન પટેલ એ તો 11 કરોડ ના ખર્ચે શહીદ વન નું નિર્માણ પણ કરાવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં ડો. જયેન્દ્રસિંહ જાડેજા સાથે પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ રૂદ્રદતસિંહ વાઘેલા, મુખ્ય ક્ધવીનર (ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ) ગુમાનસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ હરદેવસિંહ ગોહિલ, શહેર પ્રમુખ વિજયસિંહ જાડેજા, જિલ્લા પ્રભારી ભગવતસિંહ જાડેજા, તાલુકા પ્રભારી દિલીપસિંહ જાડેજા, યુવા પાંખ (શહેર) ના પ્રમુખ મનદિપસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati