દુકાનમાં ફુડ લાઈસન્સ ઉપલબ્ધ નહોતું : ખાધ સામગ્રી એકસ્પાયરી ડેટ પૂરી થયેલી મળી આવી
દગાચી-પટેલવાડીમા પ્રોવિઝન શોપમાં ફુડ શેફ્ટી વિભાગે ચેકીંગ હાથ ધરતા બીયર મળી આવતા દુકાનમાં તાળા લાગ્યો છે.
દીવના પટેલવાડી-દગાચી વિસ્તારમાં આવેલ વિજય કોલ્ડ્રિકંસ દુકાનમાં ફુડ શેફ્ટી વિભાગ દ્વારા અચનાક તપાસ હાથ ધરાતા દુકાનમાં ફુડ લાઈસન્સ ઉપલબ્ધ નહોતું અને દુકાનમાં તપાસ હાથ ધરતા મોટી માત્રામાં તમાકુના પેકેટોની સામગ્રી મળી આવી અને ફ્રિજ તપાસ કરતા અંદાજે 7 થી 8 પેટી વિવિધ બ્રાન્ડની જાણ ઓફિસર ડો.
અશોક કુંચલાને કરતા તેમના માર્ગદર્શનમાં ફુડ શેફ્ટી ઓફિસ ટિંકશે હસમુખલાલ બામણીયા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહીમાં એકસાઈઝ ઓફિસર મીલન પટેલને જાણ કરી એકસાઈઝની ટીમ વિજય કોલ્ડ્રીક્સ દુકાને આવી અને આ બીયરના સમગ્ર જથ્થાનો કબ્જો કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર તપાસમાં દુકાનમાં એકસપાયરી થયેલી ખાધ સામગ્રી તથા તમાકુ અને બીયર હોવાથી દુકાનને શીલ કરી તાળા લગાવ્યાં હતા.

