Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દૃેશભરમાં નવા માળખા સાથે નીટ-પીજી ૨૦૨૬ પરીક્ષા યોજાઈ

દૃેશભરમાં નવા માળખા સાથે નીટ-પીજી ૨૦૨૬ પરીક્ષા યોજાઈ

યપુરમાં બે કેન્દ્રો પર વીજળી ગૂલ થતા પરીક્ષા સ્થગિત:શનિવારે લેવાશે

મેડિકલ ક્ષેત્રે પીજીમાં પ્રવેશ મેળવવા દૃેશભરમાં ૨.૨૮ લાખથી વધુ ઉમેદૃવારોએ પરીક્ષા આપી

નીટ-પીજી ૨૦૨૬ની રવિવારે યોજાયેલ પરીક્ષા રાજસ્થાનના જયપુરના બે કેન્દ્રોમાં અચાનક વીજળી ગુલ થઈ જતા ત્ોમજ કોમ્પ્યુટર સિસ્ટમ ઠપ થતા સ્થગિત કરવી પડી હતી. આ સિવાય દૃેશભરમાં પરીક્ષા સરળતાથી લેવાઈ હતી.

ઝારખંડના પાટનગર રાંચી ખાત્ોના એક કેન્દ્રમાંથી પરીક્ષા આપીન્ો વિદ્યાર્થીઓની બહાર આવી રહેલી શ્યમાન થાય છે.

નીટ-પીજી ૨૦૨૬ પરીક્ષા દૃરમિયાન સીતાપુરા, જયપુર પરીક્ષા કેન્દ્ર પર અચાનક પરીક્ષા દૃરમિયાન વીજળી ગુલ થઈ જતાં અંધાધૂંધી સર્જાઈ હતી. વીજળી ગુલ થવાથી કમ્પ્યુટર આધારિત પરીક્ષણ પ્રણાલી ખોરવાઈ ગઈ હતી, જેના કારણે ઉમેદૃવારોમાં રોષ ફેલાયો હતો.
સીતાપુરામાં ર્ૈંદ્ગ ડિજિટલ ઝોન કેન્દ્રમાં પરીક્ષા આપી રહેલા કુલ ૩૧૧ ઉમેદૃવારોને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ વિક્ષેપ બાદૃ ઉમેદૃવારોએ કેન્દ્ર પર હંગામો મચાવ્યો હતો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા. ૨.૭૩ લાખ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી, ૨.૬૫ લાખ વિદ્યાર્થીઓએ ૧,૧૧૧ કેન્દ્રો પર નીટ-પીજી-૨૦૨૬ પરીક્ષા આપી હતી.
જોકે સિસ્ટમને કારણે વીજળી ગુલ થઈ જવાને કારણે, જયપુરના સીતાપુરામાં આઇઓએન ડિજિટલ ઝોન કેન્દ્રો (૪૧૬૮૨ અને ૪૧૬૮૩) પર પરીક્ષા પૂર્ણ થઈ શકી ન હતી. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬, શનિવાર, ૩:૦૦ વાગ્યે જયપુરમાં લેવામાં આવશે. નવા પ્રવેશ કાર્ડ અને સ્થળ અંગેની વિગતો અલગથી આપવામાં આવશે.
મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએટ (સ્ડ્ઢ/સ્જી) અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા સ્નાતક તબીબો માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (દ્ગમ્ઈસ્જી) દ્વારા દૃેશભરમાં દ્ગઈઈ્-ઁય્ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતની પરીક્ષા પદ્ધતિમાં નોંધપાત્ર બદૃલાવ કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર પ્રશ્ર્નપત્રને ૫ અલગ-અલગ સમયબદ્ધ (ટાઇમ-બાઉન્ડ) વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. સવારે ૯:૦૦થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધીના ૩ કલાક અને ૩૦ મિનિટના સમયગાળા દૃરમિયાન લેવાયેલી આ કસોટીમાં દૃેશભરમાંથી ૨.૨૮ લાખથી વધુ તબીબી ઉમેદૃવારોએ નોંધણી કરાવી હતી.
ગુજરાત રાજ્યની વાત કરીએ તો, ગત વર્ષના ઉમેદૃવારોની સરખામણીએ આ વર્ષે આંકડો વધીને ૧૫,૦૦૦ને પાર પહોંચી ગયો છે. સમગ્ર રાજ્યમાં આશરે ૫૦ જેટલા પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. માત્ર અમદૃાવાદૃ શહેરમાં જ ૧૬ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે, જ્યાં અંદૃાજે ૪,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ કસોટી આપી રહૃાા છે. પ્રત્યેક કેન્દ્ર પર ૧૦૦થી ૨૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદૃાવાદૃના સરખેજ વિસ્તારમાં આવેલી એલ.જે. યુનિવર્સિટી સહિતના કેન્દ્રો પર વહેલી સવારથી જ ઉમેદૃવારો અને તેમના વાલીઓની ભીડ જોવા મળી હતી.
કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ડમી ઉમેદૃવારોને પરીક્ષા આપતા અટકાવવા માટે તંત્ર દ્વારા કડક સુરક્ષા બંદૃોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વખતે ઓળખ પ્રક્રિયા વધુ સઘન બનાવતા આધાર આધારિત ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત કરવામાં આવી છે. જો કોઈ સંજોગોમાં િંફગરપ્રિન્ટ મેચ ન થાય તો આઇરિસ (તારક) સ્કેન દ્વારા ઓળખ કરવાની વૈકલ્પિક વ્યવસ્થા પણ ઉપલબ્ધ રખાઈ છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા તમામ ઉમેદૃવારોના અસલ ઓળખપત્રોની ઝીણવટભરી તપાસ કર્યા બાદૃ જ સેન્ટરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ચાર કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી, જેમાં આત્મીય યુનિવર્સિટી અને મેટોડા ખાતે પરીક્ષા કેન્દ્ર પર ૧૨૩૮ ઉમેદૃવારો પરીક્ષા આપી રહૃાા છે. જોકે, આત્મીય યુનિવર્સિટી ખાતે એક વિદ્યાર્થિની મોડી પહોંચતા તેને પ્રવેશ ન મળતા તેની માતા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી હતી અને ત્યારબાદૃ બેભાન થઈ ગઈ હતી. જેથી પરીક્ષા કેન્દ્ર બહાર હોબાળો મચી ગયો હતો. સંચાલક દ્વારા વિદ્યાર્થિનીને પ્રવેશ આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati