થાઇલેન્ડના ફુકેટથી દિૃલ્હી ૧૩૪ પ્રવાસી-ક્રુ મેમ્બર સાથે
વિમાને ૩૦૦ ફૂટ ઉંચાઈ ગુમાવતા આંચકા અનુભવાયા
પ્રવાસીઓના માથા છત સાથે ટકરાયા: પાયલટે દિૃલ્હી સુરક્ષિત લેન્ડ કરાવ્યુ: ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અપાઈ
નવી દિલ્હી: થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલા એર ઈન્ડિયાની ફલાઈટમાં અચાનક જ તેજ હવાના કારણે ટર્બ્યુલન્સ- હવાના તેજ આંચકાના કારણે વિમાન ઉંચાઈ ગુમાવી હતી તથા ધ્રુજારી અનુભવાઈ હતી.
જેમાં કેબીન ક્રુ તથા કેટલાક મુસાફરો ગબડી પડતા તેઓને સામાન્ય ઈજા થઈ હતી પણ પાઈલોટે તુર્તજ વિમાનને સંભાળી દિલ્હી વિમાની મથકે સલામત ઉતરાણ કર્યુ હતું. કોઈ યાત્રીકોને ગંભીર ઈજા થઈ હતી. એરબસ એ 320 પ્રકારના આ વિમાનમાં ક્રુ મેમ્બર સહિત 134 લોકો સફર કરતા હતા. ફલાઈટ નંબર એઆઈ 2379 હવામાં હતી. ત્યાં જ ટર્બુલન્સની સ્થિતિ બની હતી જેમાં વિમાન એ 300 ફુટ ગુમાવી તથા ખૂબજ મોટા આંચકા જેવી સ્થિતિમાં ફસાયું. થોડી સેક્ધડો માટે આ સ્થિતિ બની હતી પણ જેમાં ખુદ પાઈલોટ પણ તેની સીટ પરથી ફંગોળાયા હતા તથા વિમાનમાં પ્રવાસ કરતા 10 મુસાફરો પણ અચાનક આ સ્થિતિ બનતા તેના સ્થાનેથી ગબડી પડયા. જો કે કોઈને ગંભીર ઈજા થઈ નથી પણ પાઈલોટે પરીસ્થિતિ સંભાળી અને વિમાનને ફરી ઉંચાઈએ લઈ જઈને હવામાં સ્થિર કર્યુ હતું તથા દિલ્હી વિમાની મથકે સલામત ઉતરાણ કર્યુ હતું. ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમીક સારવાર અપાઈ હતી. આ પ્રકારની સ્થિતિ બનતી હોય છે પણ પાઈલોટને સંભાળી લેવા સક્ષમ હોય છે.
વિમાનમાં સવાર કેટલાક મુસાફરોએ જણાવ્યું કે દિૃલ્હી પહોંચતા પહેલાં અચાનક જ વિમાનને જોરદૃાર આંચકા લાગવા લાગ્યા હતા અને થોડા સમય માટે વિમાન ઝડપથી નીચે ઉતરતું હોય તેવી અનુભૂતિ થઈ હતી. આ ઘટનાથી કેબિનમાં ગભરાટ ફેલાયો હતો અને કેટલાક મુસાફરો પોતાની બેઠકોમાંથી ઉછળી ગયા હતા. જોકે, કેબિન ક્રૂએ મુસાફરોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને તમામ સુરક્ષા પ્રક્રિયાનું પાલન કરાવ્યું હતું.ટર્બ્યુલન્સ એટલે ઉડાન દૃરમિયાન હવામાં અચાનક સર્જાતી અસ્થિરતા, જેના કારણે વિમાનમાં ધ્રુજારી અથવા ઊંચ-નીચની હિલચાલ અનુભવાય છે.

