Dailyhunt
ગાંધીધામમાં લવ જેહાદ માટે ઉશ્કેરણી કરનાર લોડાઈનો શખ્સ ઝબ્બે

ગાંધીધામમાં લવ જેહાદ માટે ઉશ્કેરણી કરનાર લોડાઈનો શખ્સ ઝબ્બે

ઈએસઆઈએસની વિચારધારા ફેલાવી ઉશ્કેરણી જનક વીડિયો અપલોડ કરતો હતો

પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ મોટી સફળતા મેળવતા ભુજ તાલુકાના લોડાઈ ગામેથી આતંકવાદી સંગઠન આઈએસઆઈએસની વિચારધારાનો પ્રચાર કરતા અને સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મુકનાર 32 વર્ષીય યુવકને ઝડપી પાડયો છે. આરોપી વિરુદ્ધ પધ્ધર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ દેશવિરોધી અને કદરવાદી માનસિકતા પરાવતા તત્વો પર કડક વોચ રાખવાની સૂચના આપી હતી. જે અંતર્ગત એસઓજી પીઆઈ એ.ડી. પરમાર અને એમ.આર. શકોરીયાની ટીમ તપાસમાં હતી.

આ દરમિયાન બાતમી મળી હતી કે લોડાઈનો ફકિરમામદ ઇશા ગગડા નામનો શખ્સ શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યો છે. પોલીસે જયારે શખ્સની અટકાયત કરી તેના મોબાઈલ ફોન તપાસ્યા ત્યારે જાણવા મળ્યુ હતુ કે તેણે અલગ-અલગ નામે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યા હતા. આ એકાઉન્ટ્સ પરથી તે આતંકવાદી સંગઠન આઈએસઆઈએસનની આઈડિયોલોજી ફોલો કરતો હતો. ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત અને જેહાદ માટે લોકોને ઉશ્કેરતા વીડિયો અને લખાણ પોસ્ટ કરતો હતો.

ભારત દેશના સાર્વભૌમત્વ અને એકતાને જોખમમાં મુકતી પોસ્ટ શેર કરી લોકોને ગેરમાર્ગે દોરતો હતો. આરોપી ફકિરમામદ ગગડા વિરુદ્ધ પથ્થર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં એસઓજીના પીઆઈ એ.ડી. પરમાર, એમ.આર.

શકોરીયા, પીએસઆઈ ડી.બી. વાધેલા, આર. એલ. ચૌધરી, ટી.બી. રબારી સહિતના સ્ટાફે મહત્વની કામગીરી બજાવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati