રાજ્ય સભાના સાંસદ માનસિંહભાઈ પરમાર દ્વારા રજુઆત
ચાલુ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોએ વાવણી કર્યા બાદ સિંચાઈ (પીયત) માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારે રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા ને રજૂઆત કરી વાડી વિસ્તારમાં અપાતા દૈનિક વીજ પુરવઠામાં 2 કલાકનો વધારો કરી 10 કલાક વીજ પુરવઠો આપવા રજૂઆત કરવામાં આવેલ છે, જેથી ખેડૂતો પોતાના સુકાતા પાકને બચાવી શકે.
સાંસદની આ ખેડૂતલક્ષી રજૂઆતને ઉર્જા મંત્રીશ્રીએ ધ્યાને લઈ હકારાત્મક અભિગમ અપનાવ્યો છે અને આ સૂચનની ત્વરિત અમલવારી માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

