Dailyhunt
ગોઢાણીયા કોલેજમાં કોમર્સના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

ગોઢાણીયા કોલેજમાં કોમર્સના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

યંગ જનરેશનને કોલેજ જીવનના અનુભવો અને યાદગાર ક્ષણો શેર કરી

પોરબંદરની ગોઢાણિયા કોલેજના બી.કોમ.ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. પોરબંદરનીડો.વી.આર.ગોઢાણિયા મહિલા કોલેજ, પી.જી. સેન્ટર કોમર્સ દ્વારા બી. કોમ સેમ-6 ના વિદ્યાર્થીઓને વિદાય આપવા માટે આનંદમય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એમ.કોમના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપક મંડળે સાથે મળી આનંદ અને લાગણીસભર ક્ષણોનો આનંદ માણ્યો હતો.કાર્યક્રમ દરમિયાન વિવિધ મનોરંજક રમતો,મજેદાર પ્રવૃત્તિઓ અને હાસ્યરસભર પળોએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

વિદ્યાર્થીઓએ પોતાના કોલેજ જીવનના અનુભવો અને યાદગાર ક્ષણો શેર કરી,જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ તેમના ભાવુક પ્રતિભાવ પણ રજુ કર્યા હતા.આ વિદાય સમારંભ માત્ર એક ઔપચારિક વિદાય નહોતો, પરંતુ મિત્રતા, સહકાર અને સુંદર યાદોથી ભરેલો એક અનોખો ઉત્સવ બની રહ્યો.એકબીજાને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.આવો કાર્યક્રમ વિદ્યાર્થીઓના જીવનમાં યાદગાર ક્ષણો ઉમેરે છે અને તેઓને આગળના જીવન માટે પ્રેરણા આપે છે.આ વિદાય સમારંભમાં ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર આર. કે. મોઢવાડિયા તથા ડો. જાનકી કોટેચા, ડો. ભાવિકા ગોહેલ, પ્રોફેસર રિદ્ધિબેન ગોટેચા અને પ્રો. શાંતીબેન સીડા હાજર રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati