10 ટકા લેખે વ્યાજની ઉઘરાણી, ટ્રક વેંચ્યો, એકટીવા ઉપાડી ગયા બાદ પરિવારે વ્યાજખોરોના ત્રાસથી હિજરત પણ કરી
ગોંડલમાં મહિલા વ્યાજખોરોના ત્રાસથી પરિવારે હિજરત કરી હતી. તોતિંગ 10 ટકા વ્યાજ પડાવી વાહનો પડાવી લેતાં ગોંડલની માતા-પુત્ર-પૌત્રવધુ અને જેતપુરની મહિલા સામે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે હાલ જૂનાગઢમાં શીશુ મંગલ ફાટક પાસે રહેતાં મૂળ ગોંડલના વતની લીનાબા મહેન્દ્રસીંહ હાડા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નગરપાલિકા નાં પુર્વ
સદસ્યા ઉપરાંત બાલાશ્રમ કમીટી નાં પુર્વ ચેરમેન અનિતાબેન પ્રફુલભાઈ રાજયગુરૂ, ક્રિષ્નાબેન રાજયગુરૂ, ચિરાગ રાજ્યગુરુ અને જેતપુરની ગાયત્રીબેન ભરવાડનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓના નવ વર્ષના પુત્રને જન્મજાત હાથ પગની બીમારી છે. તેણી સાથે દિયર મયુરસીંહ તથા દેરાણી તેજલબા, સાસુ હંસાબા સંયુક્ત પરીવારમાં રહીએ છીએ. તેજલબાને આશરે બે વર્ષ પહેલા વાલનું ઓપરેશન બે વાર કરાવેલ છે. ફરીયાદીનાં પતિને ટ્રાન્સપોર્ટનો વ્યસાય હતો ત્યારે નાણાની જરૂરીયાત ઉભી થતાતેણીએ ગોંડલ યોગીનગરમા રહેતા પાડોશી અનિતાબેન પ્રફુલ્લ રાજયગુરૂ પાસેથી ફેબ્રુઆરી 2024 મા દેરાણી તેજલબાનુ રાજકોટ ખાનગી હોસ્પીટલમા ઓપરેશન કરાવેલ ત્યારે રૂ.2 લાખ 10 ટકાના વ્યાજે લીધેલ હતા. તેમનુ દર મહિને વ્યાજ તેમના ઘરે રૂ. 20 હજાર આપતી હતી.
તેમજ ક્રિષ્નાબેન રાજયગુરૂ જે અનિતાબેનના દિકરાના વહુ થાય છે. જે કપુરીયાપરા અનાજ દળવાની ઘંટી સામે ગોંડલમ રહે છે. તેમની પાસેથી પતિના વાહનોના લોનના હપ્તા ચડી ગયેલ હોય આથી દોઢેક વર્ષ પહેલા તેમની પાસેથી રૂ.5 લાખ 10 ટકા લેખે લીધેલ હતાં તેમને દર મહિને રૂ.50 હજાર વ્યાજ પેટે રોકડા આપતી તેમજ ગાયત્રીબેન ભરાવાડ જે જેતપુર કોટડીયા વાડી ગાયત્રી મંદિર પાસે રહે છે તેમની પાસે દેરાણી તેજલબાના ઓપરેશન ખર્ચ પેટે ફેબ્રુઆરી 2024 થી દોઢેક માસના સમયગાળામા રૂ. 12 લાખ જે માસીક રૂપીયા 10 ટકાના વ્યાજે લીધેલ અને બંન્ને પતિ પત્ની દર મહિને રૂ. 1 લાખ વ્યાજ તેમને આપતા હતાં.
આ બધાના વ્યાજના નાણા ચુકવવામા તેઓએ લીધેલ આઇસર ટ્રક હપ્તા નહિ ભરાતા ફાઈનાન્સમા જમા કરાવી દીધેલ આથી આજીવીકાનુ સાધન નહિ 2હેતા વ્યાજ વાળાને તેમનુ વ્યાજ ચુકવી નહિ શકતા અનીતાબેન રાજ્યગુરુ ઘરે અવાર નવાર આવી ગાળો આપી વ્યાજના રુપીયા નહિ આપો તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતા હતાં. તેમજ ક્રિષ્નાબેન ત્થા તેનો પતિ ચિરાગભાઈ બંન્ને તેમના વ્યાજના રૂપીયાની ઉઘરાણી ગાળો આપતા તેમજ છએક માસ પહેલા મારી નાખવાનો ભય બતાવી વ્યાજના રૂપીયાના બદલે અમારું એકટીવા લઇ ગયેલ હતા. તેમજ ગાયત્રીબેન ભરવાડ અવાર નવાર ફોન કરી વ્યાજના રૂપીયા આપી જવા જાનથી મારી નાખવાની ધમકી આપતા આ વ્યાજ વાળાઓના ત્રાસથી એકાદ માસથી યોગીનગર ખાતેનુ મકાન ખાલી કરી જુનાગઢ ખાતે રહેવા જતા રહેલ છીએ.
બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી છે.
