Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગોંડલની સરકારી હોસ્પિટલ અને હેરિટેજ તાલુકા સ્કુલ બિલ્ડીંગની તંત્ર દ્વારા સફાઈ

ગોંડલની સરકારી હોસ્પિટલ અને હેરિટેજ તાલુકા સ્કુલ બિલ્ડીંગની તંત્ર દ્વારા સફાઈ

ચોખ્ખુ ચણાક થતા રાજાશાહી સમયના બિલ્ડીંગની મૂળ ઓળખ ફરી નજરે પડી

ગોંડલ ની સરકારી હોસ્પિટલ શહેર તથા તાલુકા નાં લોકો માટેનું મોટું આરોગ્ય ધામ ગણાય છે.હોસ્પીટલ મોટું ગ્રાઉન્ડ ધરાવે છે.ગ્રાઉન્ડ માં સફાઈ નો અભાવ જોવા મળતા નગરપાલિકા નાં સેનિટેશન વિભાગ નાં ચેરમેન સ્વિટીબેન દાફડા નાં ધ્યાને આ વાત આવતાં તેઓ સફાઈ કર્મચારીઓ ની ટીમ સાથે સરકારી હોસ્પિટલ પંહોચ્યા હતાં.અને ગ્રાઉન્ડ ની સાફસફાઇ હાથ ધરી હતી.ગ્રાઉન્ડ માં આવેલાં પીએમ રુમ સહિત નાં અલગ-અલગ વિભાગ ની સફાઈ હાથ ધરી ગ્રાઉન્ડ ચોખ્ખુ ચણાક કરાયું હતું.

ઉપરાંત હેરિટેજ ગણાતું તાલુકા સ્કુલ બિલ્ડીંગ નાં ગ્રાઉન્ડ ને પણ સાફસફાઇ દ્વારા ચોખ્ખુ અને સ્વચ્છ કરાયું હતું.એક સમયે આ બિલ્ડીંગ માં મહીલા કોલેજ કાર્યરત હતી.પરંતુ મહીલા કોલેજ નું અન્યત્ર સ્થળાંતર કરાયુ હોય અહી કચરા નાં ગંજ ખડકાયા હતાં.સ્વિટીબેન દાફડા એ બિલ્ડીંગ નાં ગ્રાઉન્ડ ની સફાઈ કરાવતાં રાજાશાહી સમય નાં બિલ્ડીંગ ની મુળ ઓળખ ફરી નજરે પડી હતી.
ચેરમેન સ્વિટીબેન દાફડા એ જણાવ્યું કે ગોંડલ ની શાન ગણાતી રાજાશાહી સમય ની બિલ્ડીંગો ની યોગ્ય જાળવણી માટે સમયાંતરે સફાઈ અભિયાન હાથ ધરી તેની ગરીમા જળવાશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati