લોકલ ક્રાઈમ બ્રાન્ચે 25,560 બોટલ વિદેશી શરાબ સાથે ડ્રાઇવરની કરી ધરપકડ: જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે રહેતા ઇસમે અન્ય રાજ્યમાંથી ગોરસરના ટોલનાકા સુધી પહોંચાડ્યો હતો માલ: પોલીસે ઊંડાણથી પૂછપરછ હાથ ધરી
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગોસાની ચેકપોસ્ટ પાસેથી એક કરોડથી વધુ નો વિદેશી દારૂ ભરેલા ટ્રક સહિત એક કરોડ 15 લાખથી વધુ ના મુદ્દામાલ સાથે ગોઢાણા ગામના હોલડી નેશ ખાતે રહેતા ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી છે અને અન્ય ઈસમોના નામ ખુલ્યા છે.
પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા વખતો વખત પોરબંદર જીલ્લામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચનાઓ તથા માર્ગદર્શન અન્વયે એલ.સી.બી. પો.ઇન્સ આર.કે.કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ગોસા ચેક પોસ્ટ પાસે પહોંચતા એલ.સી.બી. પો.ઇન્સ આર.કે.કાંબરીયાને ખાનગીરાહે હકીકત મળેલ કે, માધવપુર થી પોરબંદર તરફ આવતા નેશનલ હાઇવે ઉપર ટ્રક માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરાઇને આવે છે જેથી માધવપુર-પોરબંદર નેશનલ હાઇવે ગોસા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન હકીકતવાળો ટ્રક આવતા રોકાવી ટ્રક ચેક કરતા કપાસીયાના બાચકાઓની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરેલ પુઠાના બોક્ષ મળી આવતા ગોઢાણા ગામ હોલડીનેશ વાળા ટ્રક ડ્રાઇવર બાલુ ટપુભાઇ મોરી ઉ.વ. 28 ના કબ્જાના ટ્રક માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની શીલપેક કાચની તથા પ્લાસ્ટીકની બોટલો ભરેલ પુઠ્ઠાના બોકસ નંગ-1094 તથા બોટલો બાચકા નંગ-05 માંની પેટીઓ નંગ-25 મળી કુલ પેટીઓ નંગ-1119 કુલ નાની-મોટી બોટલો નંગ- 25,560 કુલ કિ. એક કરોડ ત્રીસ હજાર આઠસો બોતેર તથા ટાટા કંપનીનો ટ્રક નંકિ.રૂા 15,00,000 તથા મોબાઇલ ફોન-1 કિ રૂા 10,000 ટ્રકના રજી. કાગળોની નકલો તથા નોટરી લખાણની નકલોનો સેટ નંગ-01 બીલ્ટીના કાગળો સેટ નંગ-01 કપાસીયાના બાચકા નંગ-60 કી.રૂા. 9000/- મળી કુલ મુદામાલ રૂા. એક કરોડ પંદર લાખ ઓગણપચ્ચાસ હજાર આઠસો બોતેર ના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવરને પકડી પાડવામાં આવેલ છે.
બરડા ડુંગરના રાણીવાવનેશ રહેતા વીરા હીરાભાઇ હુણએ પાસ્તરડી ગામ વાડી વિસ્તાર રહેતા આરોપી ખીમા મેસુરભાઈ કોડીયાતર તથા જુનાગઢ ગીરનાર દરવાજા પાસે રહેતા આરોપી ભગુ કરશનભાઇ ભારાઇના કહેવા મુજબ ટ્રક માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી દારૂ ભરેલ ટ્રક બાલુ ટપુભાઇ મોરીને સોંપી જરૂરી સમજ કરી રૂા. 15,000/- માં ઉપરોકત ટ્રક આરોપી ભગુ કરશનભાઈ ભારાઇ તથા ખીમા મેસુરભાઈ કોડીયાતર ના સંપર્કમાં રહી તે કહે તે મુજબ પોરબંદર પહોંચાડવા જણાવેલ હોય. જેથી ઉપરોકત ચારેય ઇસમો વિરુધ નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગણનાપાત્ર ગુન્હો રજી કરવામાં આવેલ છે
આ કામગીરીમાં કઈઇ ઙઈં આર.કે કાંબરીયા, અજઈં ઉદયભાઇ વરૂ, રાજેન્દ્રભાઈ જોષી, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, મુકેશભાઇ માવદીયા તથા ઇંઈ સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, વિપુલભાઇ ઝાલા, લક્ષ્મણભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, જીતુભાઇ દાસા ઠઅજઈં રૂપલબેન લખધીર ઙઈ નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ ડ્રા ઇંઈ જગમાલભાઈ ભારવાડીયા તથા ડ્રા. ઙઈ રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.
50-50 કિલો વજન હોય તેવા 60 બાચકા કપાસીયાના મળી આવ્યા
પોરબંદર એલસીબી ની ટીમે ટ્રકમાંથી 60 નંગ જેટલા કપાસીયાના બાચકા કબજે કર્યા હતા દરેક બાચકાનું વજન 50 કિલો હતું એક બાચકા ની કિંમત 150 રૂપિયા લેખે 9000 રૂપિયા ના કપાસિયા કબજે થયા છે.
પકડાયેલા ઈસમ પાસેથી કબજે થયેલા મોબાઇલની પોલીસ હાથ ધરશે તપાસ
પોરબંદર પોલીસે પકડી પાડેલા બાલુ ટપુ મોરી પાસેથી એક મોબાઇલ કબજે થયો છે 10,000 રૂપિયાના આ મોબાઇલમાં બે સીમકાર્ડ મળી આવ્યા હતા જેમાં એક સીમકાર્ડ કોલ માટેનું અને બીજું વોટ્સએપ માટેનું હોવાનું જાણવા મળ્યું છે તેથી તેના મોબાઇલમાંથી કોને કોને કોલ થયા હતા અને કોને કોને વોટ્સએપ કોલ થયા હતા તેની તપાસ હાથ ધરવામાં આવશે.
અજમેરથી પાલનપુર કપાસિયા મોકલ્યા તેની બિલ્ટી મળી
પોરબંદર પોલીસે ટ્રક ની બીલટીની તપાસ કરતા રાજસ્થાનના અજમેર ખાતેથી કપાસના 50 કટ્ટા મોકલવામાં આવ્યા હતા અને આ કપાસિયાનો માલ મંગાવનાર તરીકે પાલનપુર ખાતે આબુ હાઇવે પર મે. એસ. એસ.એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પેઢીનું નામ મળી આવ્યું છે.
ગોરસરના ટોલનાકેથી પોરબંદર સુધી દારૂ પહોંચાડવાના ડ્રાઇવરને અપાયા હતા 15000 રૂપિયા!
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગોઢાણાના હોલડીનેસમાં રહેતા બાલુ ટપુ મોરી નામના ટ્રક ડ્રાઇવરને એક કરોડથી વધુ ના વિદેશી દારૂ સાથે ગોસા ચેકપોસ્ટ ખાતેથી પકડી પાડ્યો છે ત્યારે તેણે એવી કબુલાત આપી હતી કે તેને 15000 રૂપિયા મહેનતાણું આપવામાં આવ્યું હતું જેમાં દારૂ ભરેલો ટ્રક ગોરસરના ટોલનાકે થી રાણીવાવ નેશના વીરા હીરા હુણ પાસેથી કબજો સંભાળીને લઈને પોરબંદર તરફ આવતો હતો ત્યારે ગોસા ચેકપોસ્ટ પાસે જ પકડાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

