સુપ્રીમમાં 10000 કેસ 10 વર્ષથી; હાઈકોર્ટમાં 80000 કેસ 30 વર્ષથી પેન્ડીંગ
ખુદ સરકારે સંસદમાં કબુલ્યુ: ન્યાયીક ઝડપ માટે રૂા.9600 કરોડનો ખર્ચ છતાં પેન્ડીંગ કેસ ઘટતા જ નથી
નવી દિલ્હી: નીટ પેપર લીક મુદે સરકાર પર જેન-ઝીના આંદોલનના પગલે જબરુ દબાણ આવતા જ તુર્તજ સંસદમાં કાનુની સુધારો લાવશે. પેપર લીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટની જાહેરાત કરી તથા દિલ્હીમાં એક કોટને ફાસ્ટટ્રેકનો દરજજો આપી ત્યાં નીટ પેપર લીક કેસ ચાલે તે નિશ્ર્ચિત કર્યુ.
હવે દેશમાં માદક દ્રવ્યો-ડ્રગ સામે જે નવી ઝુંબેશથતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. તેમાં અગાઉ કરાયેલા 3.90 લાખ કેસ પેન્ડીંગ છે. નાર્કોટીક ડ્રગ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટેમ્પ એકટ હેઠળ દેશભરમાં આ પ્રકારે કુલ 3.96 લાખ કેસ પેન્ડીંગ છે અને તેના માટે હવે કેન્દ્ર સરકાર તમામ રાજયોમાં ફાસ્ટટ્રેક કેસ સ્થાપવા વિચારી રહી છે તેની સાથે દેશના ન્યાયતંત્રમાં વિલંબનું એક નવું સ્વરૂપ પણ સામે આવ્યુ છે. દેશમાં ન્યાયીક ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રૂા.9800 કરોડ રૂા.નો ખર્ચ 2011થી થયો છતાં સરકારે જ આપેલી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટમાં 10000 થી વધુ આપવા 10 વર્ષથી પેન્ડીંગ છે. 558 મામલા 20 વર્ષથી અને 26 કેસ 30 વર્ષથી પેન્ડીંગ છે તો 25 હાઈકોર્ટમાં 80000થી વધુ કેસ 30 વર્ષથી પેન્ડીંગ છે.
ગત સપ્તાહે સંસદમાં કાનૂન-ન્યાય બાબતોના મંત્રી અર્જુનદાસ મેઘવાલે આ માહિતી આપી હતી. તેઓએ બચાવ કર્યો કે અદાલતોમાં કેસના નિકાલમાં અનેક બાબતો પર આધાર રાખે છે. જેમાં ન્યાયમૂર્તિ- સપોર્ટ સ્ટાફની સંખ્યા તથા તથ્યોની તપાસની ગુંચવણો, પુરાવાના સ્વરૂપ, તથા કેસ સાથે સંકળાયેલા સંબંધીત તમામ પક્ષોની ઉપલબ્ધતા પરની ચુકાદાનો સમય નિશ્ર્ચિત થાય છે તથા સરકાર તે સ્થિતિ સુધારવા પ્રયાસ કરી રહી છે.
હાઈકોર્ટમાં 1122માંથી 342 પદો ખાલી છે અને નીચલી કોર્ટમાં 30868 પદો સાથે 7311 ખાલી છે. તેઓએ આ માટે કંઈક અંશે કોલેજીયમને પણ જવાબદાર ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ આ અદાલતમાં હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તેમના સ્તરે કોલેજીયમનું નેતૃત્વ કરે છે.
સરકારી ભરતીના 158 કેસ 20 વર્ષથી ધૂળ ખાય છે
નવી દિલ્હી: નીટ પેપર લીક મુદે દેશભરમાં જે હોબાળો સર્જાયો તેના પગલે કેન્દ્ર સરકારે તાત્કાલીક કાનુન સુધાર્યા અને ફાસ્ટટ્રેક કોર્ટની રચનાથી કેસ ચલાવાની જાહેરાત કરી પરંતુ બીજી બાજુ સરકારી ભરતી પરીક્ષાના પેપરમાં લીકના 158 કેસ કોર્ટમાં ધૂળ ખાઈ રહ્યા છે અને તેમાં દિલ્હીમાં 25 મામલા એવા છે કે જેમાં 2000ની સાલમાં તપાસ પુરી થઈ ગઈ હોવા છતાં પણ હજુ તેમાં સુનાવણી શરુ થઈ નથી. એઈમ્સની પીજી ભરતી પરીક્ષાના 2010-11 અને 2011ની દિલ્હી યુનિ.ની મેડીકલ અને ડેન્ટલ પરીક્ષા 2004ની કોમન એન્ટરન્સ ટેસ્ટ, 2013ની એસએસસી ભરતી આ તમામ મામલા પેન્ડીંગ છે.

