Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હવે ચીનમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ: છેક ભારત સુધી અસર

હવે ચીનમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ: છેક ભારત સુધી અસર

હિમાલય ક્ષેત્રમાં કોઈ આફતનો સીલસીલો ચાલુ થયો હોય તેવા સંકેત છે. એક તરફ ગ્લેશિયરના પાણી અહી કુદરતી સરોવરમાં ઠલવાતા વધુને વધુ આ પ્રકારે કુદરતી બંધો તૂટી પડે તેવી શકયતા છે તે વચ્ચે ચીનના શિંચુઆન પ્રાંતમાં આજે સવારે 5.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે અને તેની અસર છેક ભારતમાં મણીપુર સુધી નોંધાઈ છે. દક્ષિણ-પશ્ર્ચિમ ચીનના લોંગચાંગ શહેરમાં આ ભૂકંપના કારણે જબરો આંચકો સવારે 10.49 કલાકે લાગ્યો હતો.

આ પુર્વે ગઈકાલે રાત્રે નેપાળ અને તિબેટમાં પણ અનુક્રમે 3.2 અને 4.9ની તીવ્રતાના આંચકા નોંધાયા છે.
ભારતમાં મણીપુરમાં 3.6ની તીવ્રતા નોંધાઈ છે. ચીનમાં આવેલો આ ભૂકંપ ચિંતાજનક છે અને તેની અસર શું થશે તે અંગે સેટેલાઈટ તસ્વીરો મદદથી વૈજ્ઞાનિકો તપાસ કરી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati