Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હિમાલય ક્ષેત્રમાં વધુ એક એલર્ટ: 30 લાખ ઘનમીટર પાણી સરોવરોમાં જમા

હિમાલય ક્ષેત્રમાં વધુ એક એલર્ટ: 30 લાખ ઘનમીટર પાણી સરોવરોમાં જમા

અનેક સ્થળોએ પાણીના જબરા નવા સરોવર સર્જાયા

નેપાળ પર સતત ખતરા ચાલુ રહ્યા છે અને હવે ચીનની સરકારી બ્રોડકાસ્ટ એજન્સીએ જણાવ્યું હતું કે સરહદ પાસે યીરોંગ પ્રાંતમાં આવેલા એક ગ્લેશિયરમાંથી પાણીનો જબરો પ્રવાહ વહેવા લાગ્યો છે અને તેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેલા જળાશયોમાં પાણીનો ઉમેરો થતા વધુ ચિંતા સર્જાઈ છે.
આ વિસ્તારમાં આવેલા જળાશયો અગાઉથી જ ઓવરફલો છે અને તેથી જ હાલમાં એક અહેવાલ મુજબ આગામી ત્રણ દિવસમાં 1200 ઓલીમ્પીક પુલના બરાબર પુલ જેટલુ જ પાણી એટલે કે લગભગ 30 લાખ ઘનમીટર પાણી જળાશયોમાં પહોંચી શકે છે અને તેથી વધુ એક ખતરો મંડરાઈ રહ્યો છે.

હાલના પુર પ્રકોપના કારણે જે પહાડી મલ્બો નદીમાં પડયો છે તેના કારણે નદીના વહેણ રોકાઈ ગયા છે અને તે અલગ અલગ નાના ઝરણાઓમાં પાણી જવા લાગ્યુ છે. ચીને આ અંગે સીસીટીવી ફુટેજ જાહેર કર્યા છે જેમાં આ સરોવરની આસપાસ વૃક્ષો અને જાળીઓ ડુબી ગઈ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati