Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગર મકાનમાંથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

જામનગર મકાનમાંથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

બે શખ્સોની અટકાયત: એક ફરાર : ખાલી બોટલ લેબલ સહીતની ચીજ વસ્તુઓ કબજે

જામનગરમાં નકલી ઈંગ્લિશ દારૂ બનાવવાના કૌભાંડ નો પોલીસે પર્દાફાશ કર્યો છે. નવાગામ ઘેડ ની મધુવન સોસાયટીમાં પોલીસે દરોડો પાડી કેમિકલ, કલર અને એસેન્સથી કથિત રીતે નકલી દારૂ તૈયાર કરવાની પ્રવૃત્તિ ઝડપી પાડી છે. સ્થળ પરથી ખાલી પ્લાસ્ટિક બોટલો અને બ્રાન્ડેડ દારૂની બોટલ ના ઢાંકણાં મળી આવ્યા છે.

પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાં બે આરોપીઓ ઝડપાયા છે જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.
જામનગર માં નકલી ઈંગ્લિશ દારૂ બનાવવામાં આવતો હોવાની બાતમીના આધારે આજે પોલીસે નવાગામ ઘેડ ની મધુવન સોસાયટીના એક મકાનમાં દરોડો પાડયો હતો. અને ત્યાંથી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાનાર કેમિકલ, કલર, બોટલ ઉપર ચીપકાવા ના સ્ટીકર અને એસેન્સ વગેરે કબ્જે લીધા હતા . અને નકલી દારૂ બનાવા ના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે 96 ખાલી પ્લાસ્ટિક બોટલો અને 270 બ્રાન્ડેડ દારૂની બોટલના ઢાંકણાં કબજે કર્યા હતા. અને ત્રણ આરોપી ઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
જેમાં દરોડા સમયે આરોપી સમંદરસિંગ ખટાણા અને રીંકુસિંગ કુશવાહા ઝડપાયા હતા. જ્યારે વિશ્નુ ગુર્જર ફરાર હોય તેને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ તેજ બનાવાય છે . એક આરોપી એ પુરાવા નો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસ નો આરોપ છે. ઝડપાયેલા બંને આરોપીઓ ને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં કોર્ટ દ્વારા 12 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati