વીજ ચોરીના કેસમાં ત્રણ ગણો દંડ અથવા એક વર્ષની સજાનો અદાલતનો હુકમ
જામનગર શહેરમાં આજે અકસ્માત ના.બનાવ માં એક તરુણ વિદ્યાર્થીનું નીપજ્યું છે. જામનગર ના નાનકપુરી વિસ્તાર માં રહેતો અલ્લાઉદ્દીન હારૂનભાઈ ઓડિયા (ઉંમર 17 વર્ષ ) આજે સવારે બાઇક માં શાળા એ જતો હતો ત્યારે અજાણ્યા બસ ચાલકે અડફેટમાં લેતાં સગીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું . અ બનાવ અંગે પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે, અને અકસ્માત સર્જી ફરાર થયેલી બસ તથા તેના ચાલક ને શોધવા માટે તપાસ શરૂ કરી છે.આ બનાવથી વિસ્તારમાં શોક ની લાગણી ફેલાઈ ગઈ છે.
અદાલતનો હુકમ
જામનગર ના એક આસામી સામે વીજચોરીના બે ગુન્હા નોંધાયા હતા .જે અંગે ના કેસ માં વીજ અદાલતે વીજચોરી ની રકમ થી ત્રણ ગણો દંડ ભરવા અથવા એક વર્ષ ની કેદ ની સજા નો હુકમ કર્યો છે. જામનગર ના મહાલક્ષ્મી સોસાયટી વિસ્તાર માં બળવંતભાઈ ભીખુભા રાઠોડ ના મકાન માં તા.9-9-2020 તથા તા.7-8-2022 ના દિવસો એ વીજ ચેકીંગ ટુકડી દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં બંને વખત બળવંતભાઈ ને ત્યાંથી વીજચોરી ઝડપાઈ ગઈ હતી. આ આસામી સામે વીજ કંપનીના નાયબ ઈજનેરે અનુક્રમે રૂ.27,743 તથા રૂ.19,599 ની વીજચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત કેસ અદાલત માં ચાલી જતાં ખાસ વીજ અદાલતે આરોપી ને તકસીરવાન ઠરાવી વીજચોરી ની રકમ થી ત્રણ ગણો એટલે કે રૂ. .1,42,029 નો દંડ ફટકાર્યો છે. 30 દિવસ માં દંડ ભરવામાં ન આવે તો એક વર્ષ ની કેદ ની સજા નો આદેશ કર્યો છે.આ કેસ માં સરકાર તરફ થી વકીલ રાજેશ વશીયર રોકાયા હતા.

