Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

જામનગરમાં ડિલીવરી બોયને અકસ્માતના બહાને રોકી, છરીની અણીએ લૂંટ ચલાવી

આરોપીઓને ઝડપી પાડવા પોલીસની કવાયત

જામનગર શહેરમાં મોડીરાત્રીના સમયે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં પાર્સલ આપવા નીકળેલા જોમેટોના ડિલિવરી બોયને રસ્તામાં રોકી અકસ્માત થયો છે કહી વળતરના બહાને બે અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હતી.
શહેર ના ખોજાચકલા વિસ્તારમાં રહેતા જાફરભાઈ ઇબ્રાહીમભાઈ વહેવાડિયા (ઉંમર 29 વર્ષ), જોમેટોમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે.

જે તા. 01/05/2026ના રોજ રાત્રે અંદાજે 2 વાગ્યાના સમયે તેઓ જોલી બંગલા પાસે આવેલી હોટેલમાંથી પાર્સલ લેવા માટે પોતાના મોટરસાયકલ લઈને નીકળ્યા હતા.
તે દરમિયાન હિરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે કોર્પોરેશન ઓફિસ નજીક પહોંચતા પાછળથી એવીએટર મોપેડમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને અટકાવ્યા હતા. આરોપીઓએ છરી બતાવી તમે અમારી સાથે વાહન ભટકાવ્યું છે, ખર્ચના રૂપિયા આપો તેમ કહી ધમકી આપી હતી. ફરીયાદીએ કોઈ અકસ્માત થયો હોવાનો ઇનકાર કરતાં આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ આરોપીઓએ ફરીયાદી પાસે રહેલા રોકડા રૂપિયા 1,100 બળજબરીથી કઢાવી લઇ ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં આરોપીઓએ એકબીજાની મદદથી ગુનો આચર્યો હોવાનું જાણવા મળે છે.
આ અંગે પોલીસ સ્ટેશન ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી અજાણ્યા આરોપીઓને ઝડપી પાડવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati