Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગરમાં ડોર-ટુ-ડોર કચરા કલેકશનની  કામગીરીનું નિરિક્ષણ કરતા મનપા કમિશનર

જામનગરમાં ડોર-ટુ-ડોર કચરા કલેકશનની કામગીરીનું નિરિક્ષણ કરતા મનપા કમિશનર

નાગરિકોને નિયમિત તથા યોગ્ય સેવા મળી રહે તે અંગે કમિશનરની સૂચના

જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા દ્વારા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, ત્યાર બુધવારે શહેરમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરીનું જાતે મેદાનમાં ઉતરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં ખાનગી કોન્ટ્રાક્ટર મારફતે ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરીમાં કોઈ પ્રકારની બેદરકારી કે ખામી ન રહે તે માટે કમિશનર દીપેશ કેડિયાએ શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો એકત્ર કરતા વાહનોને રોકાવી તેમની બારીકાઈથી તપાસ કરી હતી. વાહનોની કામગીરી સહિત કચરા કલેક્શનની સમગ્ર વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.
નિરીક્ષણ દરમિયાન જ્યાં પણ કોઈ ખામી કે વાંધાજનક બાબત ધ્યાને આવી હતી ત્યાં સ્થળ પર જ સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ, ખાનગી કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ તથા સંબંધિત સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. શહેરમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે અને નાગરિકોને નિયમિત તથા યોગ્ય સેવા મળી રહે તે અંગે કમિશનર દ્વારા કડક દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.
કમિશનર દીપેશ કેડિયાની સાથે આ નિરીક્ષણ કામગીરીમાં આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની સહિત મહાનગરપાલિકા ના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ની ટીમ જોડાઈ હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati