રૂ. 21.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી
જામનગર માં થી કોકેન 19 ગ્રામ તથા એમડીએમએ (મેફેડ્રોન, એમ્ફેટામાઈન, મેથાએમ્ફેટામાઈન ) નશાકારક પાવડર 123 ગ્રામ મળી કુલ 142 ગ્રામ સાથે કુલ રૂ.21 લાખ 95 હજાર ના મુદ્દામાલ સાથે એક રાજસ્થા ની શખ્સ ને જામનગર ની એસઓજી પોલીસે ઝડપી લીધો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ વિભાગ, રાજકોટ દ્વારા જામનગર જિલ્લામા નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા માટે સૂચના આપવામાં આવી હતી.જેના અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની એ જામનગર જીલ્લામાં યુવાધન નશાના કારોબારના કારણે બરબાદ થતુ હોય, શહેર માં પ્રવેશતા નશાકારક પદાર્થ તથા જામનગર જીલ્લામા ચાલતી અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તથા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે " નો ડ્રગ ઇન જામનગર " અભિયાન શરૂ કરવા સૂચના સબંધિત સ્ટાફ ને આપી હતી.
હાલમાં નશાકારક પદાર્થ પકડી પાડવા માટે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ઝુંબેશ હાથ ધરવામા આવેલ હોય, લોકો નશો કરવા માટે નવા નવા નુસખાઓ અપનાવતા હોય ગુનેગાર પણ નશો કરનારની માંગ મુજબ ઝેરી વસ્તુઓ પણ વેચવા માંગતા હોય જે અંગે એસ.ઓ.જી.,ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.બી.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સપેકટર શ એલ.એમ.ઝેર તથા પોલીસ સબ ઈન્સપેકટર એ.વી.ખેર ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના ને બાતમી મળેલ કે, નરશિરામ કુપારામ લુણા રબારી, રહેવાસી હાલ સજુબા સ્કુલ, પાસે, જામનગર, મૂળ રહેવાસી રાજસ્થાન વાળો ટાઉન હોલ પાસે આવેલ કોટક મહિન્દ્રા બેંક વાળી શેરીમા કેફી માદક પદાર્થ પાવડરના વેચાણ અર્થે આવનાર છે, જેથી ત્યાં વોચમા ગોઠવી ને નરશિરામ કુપારામ લુણા ને ઝડપી લીધો હતો અને તલાશી દરમ્યાન માદક પદાર્થ કોકેન તથા એમ.ડી.એમ.એ. નશાકારક પાવડર કુલ 142 ગ્રામ કુલ કિ.રૂ.21,80,000 તથા બે મોબાઈલ ફોન, વજન કાટો વિગેરે મળી કુલ કિંમત રૂપિયા કિ.રૂ.21,95,500 ના મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.
આરોપી સામે સીટી "બી" ડીવી. પો.સ્ટે.માં એન.ડી.પી.એસ. એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરાવામા આવ્યો છે આટલો મોટો જથ્થો કોના દ્વારા અને ક્યાથી મેળવેલ છે ? તે બાબતે તેમજ આ પ્રવૃતિમા કોન કોન સંડોવાયેલ છે તે દિશામા વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

